Site icon

Wrestling Trials: બજરંગ પુનિયા અને રવિ દહિયા ઓલિમ્પિકની રેસમાંથી બહાર, સિલેક્શન ટ્રાયલમાં મળી કારમી હાર..

Wrestling Trials: સેમિફાઇનલમાં હાર બાદ બજરંગ ખૂબ જ ગુસ્સામાં હતો. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA)ના અધિકારીઓએ પૂનિયાના ડોપ સેમ્પલ લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પુનિયા ત્રીજા-ચોથા સ્થાનની મેચ માટે પણ રોકાયો ન હતો અને સિલેક્શન ટ્રાયલમાંથી ચાલ્યો ગયો હતો

Wrestling Trials Bajrang Punia and Ravi Dahiya out of Olympic race, crushing defeat in selection trials

Wrestling Trials Bajrang Punia and Ravi Dahiya out of Olympic race, crushing defeat in selection trials

News Continuous Bureau | Mumbai

Wrestling Trials: ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતનાર બજરંગ પુનિયા ( Bajrang Punia ) અને રવિ દહિયા ( Ravi Dahiya ) આગામી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ માટે સિલેક્શન ટ્રાયલમાં પોતપોતાની મેચો હારી જતાં પેરિસ ઓલિમ્પિક ક્વોલિફિકેશનની  ( Paris Olympic qualification )  રેસમાંથી બહાર થઈ ગયા હતા. પૂર્વ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા ( WFI ) ના પ્રમુખ સામે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરનાર પુનિયાને પુરુષોની ફ્રીસ્ટાઈલ 65 કિગ્રા સેમિફાઈનલમાં રોહિત કુમાર સામે 1-9થી હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં અગાઉ, તે રવિન્દર સામે પણ ભાગ્યે જ જીત નોંધાવવામાં સફળ રહ્યો હતો. જો રવિન્દરે મેચમાં ચેતવણીના કારણે તેના પોઈન્ટ ગુમાવ્યા ન હોત, તો પુનિયા પહેલી જ મેચમાં આઉટ થઈ ગયો હોત. 

Join Our WhatsApp Community

અહેવાલો અનુસાર, સેમિફાઇનલમાં હાર બાદ બજરંગ ખૂબ જ ગુસ્સામાં હતો. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી ( NADA ) ના અધિકારીઓએ પૂનિયાના ડોપ સેમ્પલ લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પુનિયા ત્રીજા-ચોથા સ્થાનની મેચ માટે પણ રોકાયો ન હતો અને સિલેક્શન ટ્રાયલમાંથી ચાલ્યો ગયો હતો. બજરંગે ટ્રાયલ માટે રશિયામાં ટ્રેનિંગ લીધી હતી. પરંતુ તેનો બહુ ફાયદો તેને મળ્યો ન હતો.

  બજરંગ પુનિયાએ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો..

ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર રવિ દહિયાને પણ ટ્રાયલ્સમાં હારનો સામનો કરવો પડ્યો હતો. દહિયાએ તાજેતરમાં ઈજા બાદ પુનરાગમન કર્યું હતું. જેમાં સિલેકશન મેચમાં અમને તેને 13-14થી હરાવ્યો હતો. અમને એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  Ramayan: રામાયણ માં થઇ વધુ એક અભિનેતા ની એન્ટ્રી! રણબીર કપૂર ની ફિલ્મ માં ભજવશે વિભીષણ ની ભૂમિકા

બજરંગ પુનિયાની વાત કરીએ તો તેણે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે કેનેડાના એલ. મેક્લીનનો 9-2થી હરાવ્યો હતો. જેમાં કોમનવેલ્થ ગેમ્સમાં બજરંગનો આ સતત બીજો ગોલ્ડ મેડલ હતો.

તો રોહિતને ફાઇનલમાં સુજીત કલ્કલ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ સુજીતે રાષ્ટ્રીય ટીમમાં હવે જગ્યા બનાવી લીધી છે. જે બાદ રોહિત હવે એશિયન ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તો અમન 57 કિગ્રામાં ઓલિમ્પિક ક્વોલિફાયરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

Shubman Gill: ટીમ ઇન્ડિયાનો પ્લાન બદલાયો: શુભમન ગિલ અચાનક ગુવાહાટી છોડીને મુંબઈ કેમ ગયો? જાણો તેના પાછળનું સચોટ કારણ.
Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Exit mobile version