ગઈ કાલે જે ક્રિકેટરનું ઇંગ્લેન્ડ સામેની સીરીઝ માટે સિલેક્શન થયું હતું આજે તેને કોરોના થયો.
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
Dr. Mayur Parikh
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે 2021
શનિવાર
ipl ની ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સના ખેલાડી અને ભારતીય ટીમના ઝડપી બોલર કૃષ્ણાને કોરોના થયો છે. તેને પૂર્ણ થતાની સાથે જ કેકેઆરનો ચોથો ખેલાડી કોરોના ની ઝપટમાં આવી ગયો છે. આનાથી પહેલા ન્યૂઝીલેન્ડના બેટ્સમેન સીફર્ટ, સંદીપ વારિયર અને વરુણ ચક્રવર્તી પણ કોરોના સપાટામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે અને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાનારી પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ તેમાં કૃષ્ણાનું નામ પણ શામેલ છે. કૃષ્ણાને સ્ટેન્ડબાય બોલર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.