Site icon News Continuous Bureau | Mumbai

ક્રિકેટર યુવરાજ સિંહે આ સ્ટાર્ટઅપમાં કંપનીમાં અધધ આટલા કરોડનો હિસ્સો ખરીદ્યો… જાણો વિગતે… 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

30 ઓક્ટોબર 2020 

ભારતીય ક્રિકેટ ટીમના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ન્યુટ્રિશનલ પ્રોડક્ટ્સ સ્ટાર્ટઅપ વેલવર્સેડ માં રોકાણ કરીને મોટો હિસ્સો મેળવી લીધો છે. આ રોકાણ સાથે, તે કંપનીમાં સૌથી મોટો રોકાણકાર બની ગયો છે. વેલવર્સેડના સહ-સ્થાપકએ જણાવ્યું હતું કે યુવરાજે કંપની માટે 100 કરોડના મૂલ્ય પર આ હિસ્સો ખરીદ્યો છે. આ રોકાણ સાથે, તે સૌથી મોટો રોકાણકાર બની ગયો છે.  

દરમિયાન યુવરાજસિંહે કહ્યું કે અમારા ફાઉન્ડેશન અને અમારી બ્રાન્ડ વાયડબ્લ્યુસી દ્વારા અમે લોકોના જીવનમાં સુધારણા માટે સતત કામ કરી રહ્યા છીએ. આમાં દરેક પ્રકારની ખાદ્ય વસ્તુઓ અથવા સારવારનો સમાવેશ થાય છે. યુવરાજ સિંહ પાસેથી મળેલા નાણાંનો ઉપયોગ કંપની દ્વારા પોષણ અને ખાદ્ય ઉત્પાદનોના સપ્લાયમાં વધારો કરવામાં આવશે. આમાંથી મૂડીનો ઉપયોગ કંપનીની સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા માટે પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે યુવરાજ આઈપીએલના સૌથી મોંઘો ખેલાડી છે. કમાણીની બાબતમાં યુવરાજ ઘણો આગળ છે. ભલે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો હોય, પરંતુ સંપત્તિની દ્રષ્ટિએ તે ઘણા ખેલાડીઓને હરાવે છે. ડિસેમ્બર 2018 સુધી, યુવરાજ સિંહની કુલ સંપત્તિ 250 કરોડથી 300 કરોડ રૂપિયાની વચ્ચે હતી. ફોર્બ્સના જણાવ્યા અનુસાર, યુવરાજ 2016 ના સેલિબ્રિટી 100 ની યાદીમાં 17 મા ક્રમે હતો. આ સાથે યુવરાજ અનેક કંપનીઓનો બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂકયો છે. 

Cristiano Ronaldo International Retirement At 41 ૪૧ વર્ષની વયે પોર્ટુગીઝ ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ એક સુવર્ણ યુગનો અંત
Para Athlete Neeraj Yadav Suicide ૪૨ વર્ષની વયે સ્ટાર પેરાએથ્લેટ નીરજ યાદવનું દુઃખદ અવસાન ફ્લેટમાંથી મૃતદેહ મળ્યો, ઝેર ગટગટાવ્યું હોવાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ
John Cena WWE Raw Return જ્હોન સીનાની રિંગમાં ધમાકેદાર વાપસી જાણો ક્યારે અને કોની સામે થશે ટક્કર?
Pakistan Denies World Cup Travel ભારત પ્રવાસે નહીં આવે પાકિસ્તાન ટીમ PCB એ વર્લ્ડ કપ માટે NOC આપવાનો કર્યો ઇનકાર, હોકી ટીમને પણ ન મળી મંજૂરી!
Exit mobile version