કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે 700 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યુ છે.
સંસદમાં વિપક્ષના હોબાળાની વચ્ચે કેન્દ્રીય કૃષિ પ્રધાને મહારાષ્ટ્રમાં આવેલા વિનાશક પૂરનો ઉલ્લેખ કર્યો.
નરેન્દ્રસિંહ તોમરે પૂર અંગે જણાવ્યુ કે, અમારી પાસે જેટલી માહિતી છે તેમાં ખાસ કરીને ખેડૂતોને પારાવાર નુકસાન થયુ છે. ખેડૂતોને થયેલા નુકસાનનો અહેવાલ મળ્યો છે.
આ રિપોર્ટના આધારે કરાયેલા પૃથ્થકરણ બાદ કેન્દ્રીય ગૃહ વિભાગે મહારાષ્ટ્રના પુરગ્રસ્ત વિસ્તાર માટે 700 કરોડની મદદ મંજૂર કરી છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં તાજેતરમાં જ વરસેલા અતિ ભારે વરસાદને કારણે 150થી વધુ લોકોના મોત નિપજ્યા છે. કેટલાક ઘરો નુકસાનગ્રસ્ત થયા છે. દુકાનદારોના માલસામનને પણ પૂરથી નુકસાન થવા પામ્યું છે.