ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર, 2021
શનિવાર
મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં વિદેશથી આવનાર પ્રવાસીઓ માટે નવા નિયમ લાગુ પાડ્યાં છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ઘરેલુ અને વિદેશી પ્રવાસીઓ માટે મહારાષ્ટ્ર સરકારે કેટલાક ખાસ નિયમ બનાવ્યા છે.
ઘરેલુ પ્રવાસીઓએ કોરોના વેક્સિનના બન્ને ડોઝ લેવા પડશે અથવા તો 72 કલાક જુનો RT-PCR ટેસ્ટ સાથે રાખવો પડશે.
આ સિવાય સાઉથ આફ્રિકામાંથી આવનાર પ્રવાસીઓએ મુંબઈમાં ફરજિયાત ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે.
જો કોઈ પ્રવાસી કે વ્યક્તિ આ નિયમનું ઉલ્લંઘન કરતો જણાય તો તેને 500 રુપિયાનો દંડ ફટકારવામાં આવશે તેવી પણ નવા નિયમમાં જોગવાઈ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રિયા, કેનેડા, જર્મની, બ્રિટન, અમેરિકા, ઇટાલી, ઇઝરાયલ અને નેધરલેન્ડ સહિતના અનેક દેશો દ્વારા દક્ષિણ આફ્રિકાની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.
કોરોના વાયરસનું નવું સ્વરૂપ સામે આવ્યા બાદ કેનેડાએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં મુસાફરી કરવા પરત ફરેલા મુસાફરોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.