Site icon

Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને બાડમેર સ્ટેશનો વચ્ચે 02 જોડી ટ્રેનોનો પ્રારંભ

02 pairs of trains started between Bandra Terminus and Badmer stations by Western Railway

02 pairs of trains started between Bandra Terminus and Badmer stations by Western Railway

News Continuous Bureau | Mumbai

Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને તેમની યાત્રાની માંગને પૂરા કરવાના હેતુસર બાંદ્રા ટર્મિનસ ( Bandra Terminus ) તેમ જ બાડમેર ( Barmer ) વચ્ચે 02 જોડી હમસફર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો ( Express trains ) પ્રારંભ કરવામાં આવી રહી છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે :  

Join Our WhatsApp Community
  1. ટ્રેન નંબર 12997/12998 બાંદ્રા ટર્મિનસ-બાડમેર હમસફર સાપ્તાહિક એક્સપ્રેસ 

ટ્રેન નંબર 12997 બાંદ્રા ટર્મિનસ-બાડમેર હમસફર સાપ્તાહિક સુપરફાસ્ટ ( Bandra Terminus-Barmer Humsafar Weekly Superfast ) પ્રત્યેક બુધવારે બાંદ્રા ટર્મિનસથી 23.55 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 17.55 વાગ્યે બાડમેર પહોંચશે. આ ટ્રેન 3 જાન્યુઆરી, 2024થી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર12998 બાડમેર-બાંદ્રા ટર્મિસ સ્પેશિયલ દર ગુરુવારે બાડમેરથી 22.50 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 15.50 વાગ્યા બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 4 જાન્યુઆરી, 2024ના રોજ શરૂ થશે.

આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, વલસાડ, સુરત, અંકલેશ્વર, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, મહેસાણા, પાટણ, ભીલડી. રાણીવાડા. મારવાડ ભીનમાળ, મોદરાન, ઝાલોર, મોકલસર, સમદડી, વાળોતરા અને બાયતુ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર અને સ્લીપર ક્લાસ કોચ હશે.

  1. ટ્રેન નંબર 19009/19010 બાંદ્રા ટર્મિનસ-બાડમેર હમસફર સાપ્તાહિક એક્સપ્રેસ

ટ્રેન નંબર 19009 બાંદ્રા ટર્મિનસ-બાડમેર હમસફર સાપ્તાહિક એક્સપ્રેસ દર શુક્રવારે બાંદ્રા ટર્મિનસથી 19.25 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 13.30 વાગ્યે બાડમેર પહોંચશે. આ ટ્રેન 5 જાન્યુઆરી, 2024થી શરૂ થશે. એ જ રીતે ટ્રેન નંબર 19010 બાડમેર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ દર શનિવારે 21.30 વાગ્યે બાડમેરથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 15.50 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 6 જાન્યુઆરી, 2024ના રોજ શરૂ થશે. 

આ સમાચાર પણ વાંચો : RBI Guidelines: જો વર્ષોથી બંધ પડેલા બેંક ખાતાને ફરીથી સક્રિય કરવા માંગો છો, આ છે પ્રક્રિયા… RBI એ કર્યા નિયમો હળવા.. જાણો શું છે આ નિયમો.

આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, વલસાડ, સુરત, અંકલેશ્વર, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, મહેસાણા, પાટણ, ભીલડી, રાણીવાડા, મારવા઼ડ ભીમમાળ, મોદરન, ઝાલોર, મોકલસર, બાલોતરા અને બાયતુ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર અને સ્લીપર ક્લાસ કોચ હશે. 

ટ્રેન નંબર 12997 તેમ જ 19009 નું બુકિંગ 3 જાન્યુઆરી. 2024માં પીઆરએસ કાઉન્ટર અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના રોકાણ, સંરચના અને સમયની વિગતવાર માહિતી મેળવવા માટે યાત્રીઓ આ વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર તપાસ કરી શકે છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Maharashtra:થાણેમાં માર્ગ અકસ્માતનો તાંડવ: તેજ રફતાર કારની ટક્કરે ૪નો જીવ લીધો! શિવસેના નેતાની પત્ની સહિત ૪ ઘાયલ, CCTV ફૂટેજથી ખુલાસો
Digital arrest scam: મુંબઈમાં ‘ડિજિટલ એરેસ્ટ’ સ્કેમ: મુલુંડના ૭૨ વર્ષીય વૃદ્ધા સાથે ₹૩૨ લાખની છેતરપિંડી
Kalachowki Police: ૨૫ વર્ષથી ફરાર આરોપી આખરે સતારામાંથી ઝડપાયો: કાળાચોકી પોલીસની મોટી સફળતા
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version