ફ્લોર ટેસ્ટ પહેલા શિવસેનાને મોટો આંચકો, શિવસેનાના આ ધારાસભ્ય શિંદે જૂથમાં જોડાયા

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રની રાજનીતિમાં 10 દિવસની બળવાખોરી બાદ મોટો ઉલટફેર કરનાર એકનાથ શિંદેની નવી સરાકર આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનો સામનો કરશે.

ફ્લોર ટેસ્ટ (Floor Test) પહેલા ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાને મોટો ઝટકો લાગ્યો છે. 

શિવસેનાના હિંગોલી(Hingoli)ના ધારાસભ્ય સંતોષ બાંગર એકનાથ શિંદેના જૂથમાં સામેલ થયા છે.

સંતોષ બાંગરના બળવાને કારણે હવે શિંદે જૂથમાં શિવસેનાના ધારાસભ્યોની સંખ્યા 40 પર પહોંચી ગઈ છે. શિવસેનાના ધારાસભ્યોની સંખ્યા હવે ઘટીને 15 થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટે નુપુર શર્માની કાઢી ઝાટકણી- કહ્યું- લોકોની ભાવના દુભાઈ છે- માફી માંગો- જાણો શું છે સમગ્ર મામલો 

Exit mobile version