Site icon News Continuous Bureau | Mumbai

ચોંકાવનાર આંકડો : મહારાષ્ટ્રમાં છેલ્લા 5 મહિનામાં આટલા હજારથી વધુ ખેડૂતોએ કરી આત્મહત્યા, રાજ્ય સરકારે આપી લેખિતમાં માહિતી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શનિવાર. 

મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. 

મહારાષ્ટ્ર વિધાનસભામાં રાજ્ય સરકારના મંત્રી વિજય વડેટ્ટીવારે ગૃહને લેખિત માહિતી આપતાં જણાવ્યું કે રાજ્યમાં પાંચ મહિનામાં 1076 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

ખેડૂતોની આત્મહત્યાનો આ આંકડો જૂન 2021થી ઓક્ટોબર 2021 સુધીનો છે અને ડેટા અનુસાર દરરોજ 7 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. 

વડેટ્ટીવારે જણાવ્યું હતું કે આત્મહત્યા કરનારા આ ખેડૂતોમાંથી 491ને  જિલ્લા સ્તરીય સમિતિઓ દ્વારા રાજ્ય સરકારની મહાત્મા જ્યોતિરાવ ફૂલે લોન માફી યોજના માટે યોગ્ય પણ જાહેર કરવામાં આવ્યા છે. 

આ ખેડૂતોને યોજના હેઠળ આર્થિક મદદ પૂરી પાડવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં મહારાષ્ટ્રમાં 2,680 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. મહારાષ્ટ્ર પછી કર્ણાટકમાં સૌથી વધુ ખેડૂતોની આત્મહત્યાના કેસ સામે આવ્યા છે.

મુંબઈમાં કોરોના વિસ્ફોટ, દાદરમાં લેબોરેટરીના આટલા સ્ટાફ કોરોનાગ્રસ્ત, પાલિકાએ લેબને કરી સીલ ;જાણો વિગત
 

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version