Site icon News Continuous Bureau | Mumbai

મોટી દુર્ઘટના.. રામનવમી પર મંદિરમાં કુવાની છત ધસી પડતા આટલા લોકોના નિપજ્યા મોત, 20ને બચાવાયા..

12 dead as roof of well collapses at city temple

મોટી દુર્ઘટના.. રામનવમી પર મંદિરમાં છત ધરાશાયી, આટલા લોકોના નિપજ્યા મોત, 20ને બચાવાયા..

News Continuous Bureau | Mumbai

સમગ્ર દેશમાં આજે રામ નવમી (રામ નવમી 2023)નો ઉત્સાહ ચાલી રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
આજના પાવન દિવસે ઈન્દોરના સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં પગથિયાંની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો પગથિયાંથી ઢંકાયેલા કૂવામાં પડી ગયા હતા. જેને લઈ હવે તંત્ર દ્વારા તમામને બચાવવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ આ દુર્ઘટનામાં 12 લોકોનું મોત થયું છે અને 20 લોકોને રેસ્ક્યુ કરી બહાર નિકાળવામાં આવ્યા છે. મૃતકોનાં પરિવારને 4-4 લાખનું વળતર આપવામાં આવશે.
કહેવામાં આવી રહ્યું કે 30 ફૂટ ઊંડા સ્ટેપવેલમાં ચારથી પાંચ ફૂટ પાણી છે. અધિકારીઓને આ પગથિયાં વિશે કોઈ માહિતી નહોતી. અકસ્માત બાદ તેઓને તેની જાણ થઈ હતી. આ અકસ્માત બાદ ચારેબાજુ અફરા-તફરીનો માહોલ હતો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  વધતી જતી મોંઘવારી વચ્ચે રાહત, 1 એપ્રિલથી આ દવાઓ નહીં થાય મોંઘી, સરકારે આયાત ડ્યૂટી નાબૂદ કરી

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version