News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર બાદ બિહારમાંથી એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. એક પૂરપાટ ઝડપે આવેલા અનિયંત્રિત ટ્રક ચાલકે અનેક લોકોને કચડી નાખ્યા છે. બધા લોકો ગામાં ભોજન કર્યા બાદ રોડ નિકારે ચાલીને ઘરે પરત ફરી રહ્યાં હતા. આ દરમિયાન ટ્રક ચાલકે કચડી દીધા હતા.
वैशाली में अनियंत्रित ट्रक ने कई लोगों को रौंदा, अभी तक कुल 8 लोगों की मौत। बताया जा रहा हैं की ड्राइवर शराब के नशे में था। #accident #Bihar #vaishali pic.twitter.com/7ta2MDfFXS
— Raman Rai (@journal_raman) November 20, 2022
મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના જિલ્લાના દેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત હાજીપુર-મહાનાર-મોહદ્દીનગર હાઈવેની છે, જ્યાં નયાગંજ 28 ટોલા ગામ પાસે એક અનિયંત્રિત ટ્રકે રાત્રિભોજન કરીને બધા ઘરે પરત ફરી રહેલા લોકોને અડફેટે લેતા 12 લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ઘણા લોકોને ઈજા થઈ છે. તેવામાં મૃત્યુઆંક વધી શકે છે.
આ સમાચાર પણ વાંચો: પુણેમાં થયો મોટો અકસ્માત, ટ્રકની બ્રેક ફેઈલ થતાં એક બાદ એક…. 48 ગાડીઓ અથડાઈ. જુઓ વિડીયો
આ મામલે સંવેદના વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે, સાથે જ મૃતકોના પરિજનોને યોગ્ય વળતર અને ઘાયલોની યોગ્ય સારવારની વાત કરી છે.