ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,5 જાન્યુઆરી 2022
બુધવાર.
મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકીય ક્ષેત્રે પણ કોરોનાના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે.
કોરોનાનો આંકડો છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહ્યાની સાથે રાજ્યના ઘણા નેતાઓ પણ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવી રહ્યું છે.
પુનર્વસન મંત્રી વિજય વડેટ્ટીવારે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 13 મંત્રીઓ અને 70 ધારાસભ્યો કોરોનાગ્રસ્ત થયા છે.
સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે જનતાનું પ્રતિનિધિત્વ કરતા આગેવાનો સામાજિક સ્તરે અનેકને મળી રહ્યા છે, ઘણા લોકોના સંપર્કમાં છે, જેથી એક પછી એક જનપ્રતિનિધિઓ કોરોના પોઝિટિવ મળી આવતાં ચિંતા વધી છે.
