ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 ઓગસ્ટ, 2021
બુધવાર
પશ્ચિમ બંગાળના 6 જિલ્લા પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. આ કારણે અત્યાર સુધીમાં 15 લોકોના મોત નિપજ્યા છે. તે જ સમયે, ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા છે.
રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંત્રીઓને બચાવ કામગીરી પર નજર રાખવા નિર્દેશ આપ્યો છે.
મુખ્યપ્રધાન મમતા બેનર્જી રાજ્યમાં સતત વરસાદને કારણે પૂર જેવી સ્થિતિની સમીક્ષા કરવા માટે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે, જ્યાં તે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે.
જોકે બંગાળમાં પુરનું કારણ દામોદર વેલે કોર્પોરશન (ડીવીસી) ડેમમાંથી છોડવામાં આવેલુ પાણી માનવામા આવી રહ્યું છે.
મુંબઈમાં રસીની ભારે તંગી. ઓગસ્ટ મહિનાના ચોથા જ દિવસ એટલે કે આજે શહેરના આટલા રસીકરણ કેન્દ્ર બંધ રહેશે
