News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં 19 લાખ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ બનાવટી હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે. ઔરંગાબાદની ખંડપીઠે આ મામલાની તપાસ માટે ત્રણ સ્તરીય સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે.
કોર્ટે તપાસ માટે ત્રિ-સ્તરીય સમિતિ રચવાનો આદેશ આપ્યો છે, તેમાં એક નિવૃત્ત ન્યાયાધીશ, એક વકીલ અને એક સોફ્ટવેર એન્જિનિયર હશે. રાજ્યમાં 19 લાખ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ બોગસ છે અને 29 લાખ વિદ્યાર્થીઓ આધાર કાર્ડ વગર નોંધાયેલા છે.
આ સમાચાર પણ વાંચો : વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ, દિલ્હીમાં સીએમ કેજરીવાલ સાથે આ દિગ્ગજ નેતાએ કરી બેઠક; જાણો વિગતે
હાઈકોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકાર દ્વારા આધાર કાર્ડ દ્વારા નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા સામે આવી છે. કોર્ટે રાજ્ય સરકારને પ્રોગ્રેસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. પર્લીના બ્રીજમોહન મિશ્રાએ આ અંગે અરજી કરી હતી. આ અરજી પર કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.
