ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 નવેમ્બર, 2021
મંગળવાર
મણિપુરમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ કોંગ્રેસના 2 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.
ધારાસભ્ય રાજકુમાર ઈમો સિંહ અને યામથોંગ હાઓકિપ બંનેએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જીતશે.
આ બંને રાજનેતાઓ કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ અને મણિપુરના પાર્ટીના પ્રભારી સંબિત પાત્રાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે રાજકુમાર ઈમો સિંહ રાજ્યના એક નોંધપાત્ર રાજકીય પરિવારમાંથી આવે છે, જે કોંગ્રેસ સાથે સંકળાયેલા છે.
હોમ લોનના નીચા વ્યાજ દર, સ્ટેમ્પ ડયૂટીમાં ઘટાડો; તોય દક્ષિણ મુંબઈમાં આટલા ઘરો હજી વેચાયા નથી..