ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,
15 ફેબ્રુઆરી, 2022
મંગળવાર.
વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિતોને સજાના મુદ્દે આજે તમામ પક્ષે સુનાવણી પૂર્ણ થઇ છે.
વિશેષ અદાલતે દોષિતોનો અને બચાવ પક્ષના વકીલોનો અને પ્રોસીક્યુશનનો પક્ષ સાંભળ્યો હતો.
પ્રોસિક્યુશન તરફથી દોષિતોને ફાંસીની સજાની માંગણી કરાઈ હતી જ્યારે બચાવ પક્ષ તરફથી લઘુત્તમ સજાની માગણી કરાઈ હતી.
હવે 18 ફેબ્રુ.ના વિશેષ અદાલત આ કેસમાં સજાનું એલાન કરશે.
રશિયા-યુક્રેન સંકટ વચ્ચે ભારત એલર્ટ, સરકારે ભારતીયોને કરી અપીલ; જાણો વિગતે
