Site icon News Continuous Bureau | Mumbai

Nitesh Rane। મંત્રી નિતેશ રાણેની મુશ્કેલી વધી ૫ વર્ષ જૂના કેસમાં કોર્ટનો મોટો નિર્ણય

Nitesh Rane। NHAI એન્જિનિયર પર કીચડ ફેંકવાનો કેસ; સજા પર હાલ પૂરતી રોક લગાવી હાઈકોર્ટમાં અપીલ કરવા માટે સમય અપાયો.

2019 'Mud-Slinging' Case Maharashtra Minister Nitesh Rane Convicted by Sindhudurg Court; Sentenced to One Month Jail.

2019 'Mud-Slinging' Case Maharashtra Minister Nitesh Rane Convicted by Sindhudurg Court; Sentenced to One Month Jail.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Nitesh Rane। સિંધુદુર્ગની એક અદાલતે વર્ષ ૨૦૧૯ના વિવાદિત ‘કીચડ કાંડ’ કેસમાં મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપના નેતા નિતેશ રાણેને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું હતું કે, “કાયદો બનાવનારાઓએ પોતે કાયદો હાથમાં લેવો જોઈએ નહીં.” જોકે, ચુકાદો આવ્યા બાદ કોર્ટે તેમની સજા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે.

શું હતો ૨૦૧૯નો વિવાદ?

વર્ષ ૨૦૧૯માં જ્યારે નિતેશ રાણે કોંગ્રેસમાં હતા, ત્યારે મુંબઈ-ગોવા હાઈવેના કામમાં વિલંબને લઈને તેઓ ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તેમણે NHAI ના સબ-ડિવિઝનલ એન્જિનિયર પ્રકાશ શેડેકરને કણકવલી નજીક એક પુલ પર બોલાવ્યા હતા અને પોતાના સમર્થકો સાથે મળીને તેમના પર કીચડ ભરેલું પાણી ફેંક્યું હતું. એટલું જ નહીં, એન્જિનિયરને તે કીચડમાં ચાલવા માટે મજબૂર પણ કરવામાં આવ્યા હતા.

કોર્ટનો ચુકાદો અને દંડ

આ કેસમાં રાણે અને અન્ય ૩૦ લોકો સામે તોફાન, જાહેર સેવકને ફરજ બજાવતા રોકવા અને ગુનાહિત કાવતરાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધાયો હતો. જસ્ટિસ વી.એસ. દેશમુખે નિતેશ રાણેને આઈપીસીની કલમ ૫૦૪ (જાહેર શાંતિ ભંગ કરવાના ઈરાદે અપમાનિત કરવું) હેઠળ દોષિત જાહેર કરીને એક મહિનાની જેલની સજા ફટકારી હતી. સાથે જ ૧ લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે, જેમાંથી ૫૦ હજાર રૂપિયા પીડિત એન્જિનિયરને વળતર તરીકે ચૂકવવા આદેશ કર્યો છે.

સજા પર રોક અને આગામી કાર્યવાહી

સજા સંભળાવ્યા બાદ નિતેશ રાણેના વકીલોએ સજા પર સ્ટે (રોક) આપવા માટે અરજી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી છે. કોર્ટે તેમને હાઈકોર્ટમાં અપીલ કરવા માટે સમય આપ્યો છે. આ કેસમાં અન્ય ૨૯ આરોપીઓને પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ છોડી દીધા છે. આ ઘટનાએ તે સમયે રાજકીય અને વહીવટી સ્તરે ભારે ચર્ચા જગાવી હતી, અને હવે કોર્ટના આ ચુકાદાથી ફરી એકવાર રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

👉 આ સમાચાર વાચો:
United Nations| અમેરિકાને મોટો ઝટકો! યુએનમાં ઈરાનનો દબદબો, વિરોધ હોવા છતાં મળી મહત્વની જવાબદારી, જાણો શું છે મામલો

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version