Site icon

Lok Sabha General Election 2024: 7 મેના યોજાનારી લોકસભાની ચુંટણીમાં માંડવી લોકસભાની બેઠક પરથી આટલા લાખ મતદારો પોતાના કરશે મતાધિકારનો ઉપયોગ..

Lok Sabha General Election 2024: વર્ષ ૧૯૫૭થી ર૦૦૪ સુધી ૧૩ લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં માંડવી અને વર્ષ ૨૦૦૯થી નવા સીમાંકનને આધારે બારડોલી તરીકે નામાંકિત બેઠક પર સૌથી વધુ વર્ષ ૨૦૧૪માં સૌથી વધુ ૭૪.૯૪ ટકા અને ૧૯૯૬માં સૌથી ઓછું ૪૮.૦૫ ટકા મતદાન નોંધાયું હતું. તા.૭મી મેના રોજ યોજાનારી લોકસભાની ચુંટણીમાં માંડવી લોકસભાની બેઠક પરથી ૨૦,૩૦,૮૩૦ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશેઃ

20,30,830 voters from Mandvi Lok Sabha seat will exercise their franchise in the Lok Sabha elections to be held on 7th May

20,30,830 voters from Mandvi Lok Sabha seat will exercise their franchise in the Lok Sabha elections to be held on 7th May

News Continuous Bureau | Mumbai

Lok Sabha General Election 2024: આગામી તા.૭મી મે-૨૦૨૪ના રોજ રાજયભરમાં ૧૮મી લોકસભાની સામાન્ય ચુંટણી અંતર્ગત ગુજરાતની ( Gujarat ) લોકસભાની ૨૬ બેઠકો પર મતદાન થશે. લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણી પર્વમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવાર પસંદ કરતા હોય છે. 

Join Our WhatsApp Community

          હાલની બારડોલી ( Bardoli ) સંસદીય મતવિસ્તારની વાત કરીએ તો, આઝાદી બાદ ૧૯૫૭માં માંડવી લોકસભા ( Lok sabha ) તરીકે અસ્તિત્વમાં આવી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૦૮ પછીના સમયમાં મતવિસ્તાર પુન:રચનાને કારણે આ બેઠકના સ્થાને બારડોલી લોક સભાની રચના થઇ હતી. આ બેઠક પર વર્ષ ૧૯૫૭માં પ્રથમ વખત ૩૭૯૩૧૭ મતદારો ( voters ) નોંધાયા હતા અને ૫૮.૮૩ ટકા મતદાન થયું હતું.

           વર્ષ ૧૯૫૭ થી ર૦૦૪ સુધી ૧૩ લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં માંડવી અને વર્ષ ૨૦૦૮થી નવા સીમાંકનને આધારે બારડોલી તરીકે નામાંકિત આ બેઠક પર વર્ષ ૨૦૧૪માં ૧૨,૦૯,૬૦૯ મતદાતાઓ સાથે સૌથી વધુ ૭૪.૯૪ ટકા અને વર્ષ ૧૯૯૬માં ૫૦૧૫૦૭ મતદાતાઓ સાથે સૌથી ઓછું ૪૮.૦૫ ટકા મતદાન નોંધાયું હતું.

    સમગ્ર લોકસભાના કુલ મતદારો પર નજર કરીએ તો ૧૯૫૭માં ૩,૭૯,૩૧૭ મતદારો,   ૧૯૬૨માં ૪,૬૨,૪૬૧ મતદારો, ૧૯૬૭માં ૪,૨૮,૯૭૭ મતદારો, ૧૯૭૧માં ૪,૫૬,૯૯૬ મતદારો, ૧૯૭૭માં ૫,૪૧,૮૩૨ મતદારો, ૧૯૮૦માં ૬,૧૧,૯૧૪ મતદારો, ૧૯૮૪માં ૭,૦૪,૯૭૬ મતદારો, ૧૯૮૯માં ૮,૯૩,૬૬૫ મતદારો, ૧૯૯૧માં ૯,૦૩,૯૮૦ મતદારો, ૧૯૯૬માં ૧૦,૪૩,૭૭૩ મતદારો, ૧૯૯૮માં ૧૦,૪૨,૯૮૮ મતદારો, ૧૯૯૯માં ૧૦,૬૩,૭૦૪ મતદારો, ૨૦૦૪માં ૧૧,૪૯,૧૬૧ મતદારો નોંધાયા હતા.

આ સમાચાર પણ વાંચો :  Arvind Kejriwal : અરવિંદ કેજરીવાલની ધરપકડ પર બોલ્યા સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારે, કહ્યું- કર્મોનું ફળ મળ્યું.. જાણો બીજું શું કહ્યું..

              વર્ષ ૨૦૦૮ના નવા સીમાંકન બાદ બારડોલી લોકસભા અસ્તિત્વમાં આવી જેમાં ૨૦૦૯માં ૧૪,૪૦,૨૧૫ મતદારો, ૨૦૧૪માં ૧૬,૧૪,૧૦૬ મતદારો, ૨૦૧૯માં ૧૮,૨૬,૧૮૯ મતદારો નોંધાયેલા હતા. જયારે ૭મી મેં-૨૦૨૪માં યોજાનારી બારડોલી લોકસભાની સામાન્ય ચુંટણીમાં ૨૦,૩૦,૮૩૦  મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 

        અત્રે ઉલ્લેખનીય છે બારડોલી લોકસભામાં માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી, મહુવા, વ્યારા અને નિઝર સહિતના કુલ ૭ મત વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં ચાલુ વર્ષે મતદારોની સંખ્યા જોતાં માંગરોળમાં ૨,૨૭,૩૭૫ મતદારો, માંડવીમાં ૨,૪૪,૯૧૫ મતદારો, કામરેજમાં ૫,૪૪,૬૦૭ મતદારો, બારડોલીમાં ૨,૭૭,૭૭૦ મતદાતાઓ, મહુવામાં ૨,૨૯,૬૩૩ મતદારો, વ્યારામાં ૨,૨૧,૪૯૧ મતદારો અને નિઝરમાં ૨,૮૫,૦૩૯ મતદારો સાથે બારડોલી સંસદીય મત વિસ્તારમાંથી કુલ ૨૦,૩૦,૮૩૦ મતદારો નોંધાયા છે. આગામી ૭મી મેના રોજ યોજાનાર સામાન્ય લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version