Site icon News Continuous Bureau | Mumbai

અરે બાપરે!!! મહારાષ્ટ્રમાં વિધાનસભા સત્રના પહેલા દિવસે 25 લોકો કોરોના પોઝિટિવ.. જાણો વિગત…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

01 માર્ચ 2021

મહારાષ્ટ્રમાં બજેટ અધિવેશન ૧લી માર્ચ થી શરૂ થઈ ચૂક્યું છે. આવા સમયે વિધાનસભામાં પ્રવેશ કરનાર તમામ વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ટેસ્ટ શનિવાર તેમજ રવિવાર એમ બે દિવસ દરમિયાન કરવામાં આવી હતી. હવે આ ટેસ્ટના પરિણામ આવી ગયા છે જે ચોંકાવનારા છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ડ્યુટીમાં તહેનાત રહેલા અથવા તેમાં પ્રવેશવા ઇચ્છતા એવા 25 લોકોને કોરોના હોવાની જાણકારી બહાર આવી છે. 25 લોકો માંથી બે વ્યક્તિઓ પત્રકાર છે જ્યારે કે 23 વ્યક્તિઓ પોલીસ કર્મચારી છે. ઉલ્લેખનીય છે કે કુલ 3200 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોરોના સંકટ અંગે રિસર્ચ એજન્સીએ આ ખતરનાક આગાહી કરી

વિધાનસભા સત્રના પહેલા દિવસે આ જાણકારી બહાર આવવાને કારણે વિધાનસભા પરિસરમાં ફફડાટ ફેલાઈ ગયો છે તેમજ પ્રશાસન પહેલાં કરતાં વધુ સતર્ક થઈ ગયું છે.

Crime Branch House Theft Case થાણે ક્રાઇમ બ્રાન્ચ વાગળે યુનિટની મોટી સફળતા બંધ મકાનોમાં ઘરફોડ ચોરી કરતી ગેંગના ૬ ગુના ઉકેલ્યા, ₹૧૨.૦૨ લાખનો મુદ્દામાલ જપ્ત!
Naupada Police Theft Gang થાણેમાં બસ મુસાફરોને ટાર્ગેટ કરતી શાતિર ટોળકી ઝડપાઈ નવપાડા પોલીસે ૩ રીઢા ચોરોને દબોચ્યા, ₹૩.૨૨ લાખનું સોનું જપ્ત!
BJP State Incharge New List ભાજપની નવી યાદી જાહેર વિનોદ તાવડેને ઉત્તર પ્રદેશની મહત્વની કમાન, મહારાષ્ટ્રના પ્રભારી તરીકે આ નેતાની વરણી!
Uddhav Thackeray Maharashtra Election કમિશનરોની ૧૩ ડિસેન્ટ નોટ્સ સામે આવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેનો મોટો દાવ, કરી આ મોટી માંગ
Exit mobile version