Site icon News Continuous Bureau

મોટી દુર્ઘટના ટળી, પેટ્રોલ ભરાવતી વખતે નશામાં ધૂત યુવકે સળગાવ્યું લાઈટર, ભભૂકી ઉઠી આગ.. જુઓ વિડીયો..

3 men set bike on fire at Bhopal petrol pump Watch

મોટી દુર્ઘટના ટળી, પેટ્રોલ ભરાવતી વખતે નશામાં ધૂત યુવકે સળગાવ્યું લાઈટર, ભભૂકી ઉઠી આગ.. જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai

રાજધાની ભોપાલના કટારા હિલ્સ વિસ્તારમાં સ્થિત એક પેટ્રોલ પંપ પર મોટી દુર્ઘટના ટળી હતી. રાત્રે નશામાં ધૂત થઈને બાઇક સવાર ત્રણ યુવકો અહીં પહોંચ્યા હતા. જેમાંથી એક યુવકે બાઇકમાં પેટ્રોલ ભરાવતા લાઇટર સળગાવી દીધું હતું. જેના કારણે બાઇકની ટાંકી અને પેટ્રોલ ભરવાની પાઇપમાં આગ ફાટી નીકળી હતી. જોકે સદનસીબે પંપના કર્મચારીઓની સુઝબુઝના  કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

Join Our WhatsApp Community

 

આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે પેટ્રોલ પંપના કર્મચારીઓ અગ્નિશામક સાધનો અને રેતી વગેરેનો ઉપયોગ કરીને આગને કાબુમાં લીધી. જો આ કર્મચારીએ તકેદારી ન દાખવી હોત તો મોટી દુર્ઘટના બની શકત. આ પછી, કર્મચારીઓની ફરિયાદ પર, પોલીસે ત્રણેય વિરુદ્ધ FIR નોંધી અને તેમની તપાસ શરૂ કરી. જેમાં સીસીટીવી ફૂટેજની પણ મદદ લેવામાં આવી રહી છે જેથી આરોપીઓને જલ્દી પકડી શકાય. કહેવાય છે કે યુવક એક રીઢો ગુનેગાર છે અને તે નશો પણ કરતો હતો.  

આ સમાચાર પણ વાંચો : વટહુકમ સામે જંગ.. દિલ્હી CM અરવિંદ કેજરીવાલે ઉદ્ધવ ઠાકરે બાદ આજે મહારાષ્ટ્ર આ દિગ્ગજ નેતા સાથે કરી મુલાકાત.. માંગ્યું તેમનું સમર્થન…

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version