ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 નવેમ્બર, 2021
શુક્રવાર
જમ્મુ કાશ્મીરમાં ટારગેટ કિલિંગની ઘટનાઓ બાદ સુરક્ષાદળો એક્શન મોડમાં આવી ગયા છે.
સુરક્ષાદળોએ છેલ્લા 24 કલાકમાં કાશ્મીરમાં 3 આતંકીઓને ઠાર માર્યા છે.
ઠાર મરાયેલા આતંકીઓ પાસેથી મોટા પાયે હથિયાર પણ મળી આવ્યા છે.
આ ત્રણ પૈકી શ્રીનગરમાં માર્યા ગયેલા એક આતંકી પુલવામાનો રહેવાસી હતો. તે આત્મઘાતી હુમલો કરવાની ફીરાકમાં હતો પણ એ પહેલા જ તેને સુરક્ષાદળોએ ઠાર માર્યો છે.
કુલગામમાં માર્યા ગયેલા બે આતંકીઓ સિવિલિયન કિલિંગ અને રિક્રુટમેન્ટ માં સામેલ હોવાનું સુરક્ષાદળો અને પોલીસનું કહેવું છે.
સુપ્રીમ કોર્ટની ફટકારની અસર, સેના આટલી મહિલા અધિકારીને કાયમી કમિશન આપવા તૈયાર; જાણો વિગતે
