Site icon News Continuous Bureau | Mumbai

દિલ્હી, મહારાષ્ટ્રમાં આતંકવાદી હુમલાનું કાવતરું? હરિયાણાથી ચાર શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

દિલ્હી(Delhi) અને મહારાષ્ટ્રમાં(Maharashtra) મોટા હત્યાકાંડ(Massacre) ને અંજામ આપવાના કાવતરાને નિષ્ફળ બનાવવામાં પોલીસને સફળતા મળી છે. હરિયાણાની કરનાલ પોલીસે ત્રણથી ચાર શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. શંકાસ્પદ આતંકવાદીઓ પાસેથી 31 પિસ્તોલ કારતુસ અને 3 IED જપ્ત કરવામાં આવ્યા છે. હરિયાણા પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ દ્વારા શંકાસ્પદ આતંકવાદીઓની તપાસ કરવામાં આવી રહી છે.

Join Our WhatsApp Channel

પ્રાથમિક અહેવાલ મુજબ આતંકવાદીઓ(Terrorists) પંજાબથી દિલ્હી જઈ રહ્યા હતા. મળેલી બાતમીના આધારે સવારે 4 વાગ્યા ની આસપાસ મધુબન નજીકથી શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી. શંકાસ્પદ આતંકવાદીઓ એસયુવી માં મુસાફરી કરી રહ્યા હતા. કારમાંથી શંકાસ્પદ પદાર્થ મળ્યા બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવવામાં આવી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા ત્રણ શંકાસ્પદ ફિરોઝપુરના(Firozpur) છે અને એક લુધિયાણાનો(Ludhiana) છે. ચારેય આરોપી દિલ્હી થઈને મહારાષ્ટ્રના નાંદેડ જઈ રહ્યા હતા. શકમંદોના પાકિસ્તાન સાથે કોઈ સંબંધ છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  રાજકીય પક્ષની ઘોષણાની અટકળો વચ્ચે આ રાજ્યમાં 3,000 કિમી પદયાત્રાની પ્રશાંત કિશોરની જાહેરાતઃ સ્થાનિક રાજકીય પક્ષોની ચિંતામાં વધારો. જાણો વિગતે.

ગુપ્તચર એજન્સી IB દ્વારા મળેલી માહિતી અનુસાર પોલીસ સાથે મળીને આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ધરપકડ કરાયેલા આતંકવાદીઓના બબ્બર ખાલસા(Babbar Khalsa) સાથે સંબંધ હોવાની આશંકા છે.

અત્યાર સુધીની તપાસ મુજબ શંકાસ્પદ આતંકવાદીઓને ડ્રોન દ્વારા હથિયારો પૂરા પાડવામાં આવ્યા હતા. આતંકવાદીઓના પાકિસ્તાનના આતંકવાદી(Pakistan terrorist) હરવિંદર સિંહ રિંડા(Harvinder Singh Rinda) સાથે સંબંધ હોવાનું કહેવાય છે.

 

Pradeep Purnekar Murder Case થાણે પોલીસ સ્ટેશન બહાર સમર્થકોની ભારે ભીડ અને ચુસ્ત બંદોબસ્ત, આદિત્ય ઠાકરેસંજય રાઉત રવાના
Elderly Man Digital Arrest Scam ‘સર, તાત્કાલિક ₹૧ કરોડની FD તોડી આપો’ ધ્રૂજતા હાથે બેંક પહોંચેલા વૃદ્ધને જોઈ કર્મચારીઓને શંકા ગઈ ને ફૂટ્યો ‘ડિજિટલ એરેસ્ટ’નો ભાંડો!
Meerut Blue Drum Case Verdict મેરઠ બ્લૂ ડ્રમ કેસમાં કોર્ટનો મોટો ફેંસલો મુસ્કાન અને સાહિલ દોષિત જાહેર, સજાની જાહેરાત પર સૌની નજર
ATM Burglary Caught Red Handed અંદર એટીએમ તોડી રહ્યા હતા ચોર, બહાર પહોંચી ગઈ પોલીસ રંગેહાથ ઝડપી કરી જોરદાર ધુલાઈ
Exit mobile version