ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઑગસ્ટ, 2021
શુક્રવાર
જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતાને નિશાન બનાવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલ રાજૌરીમાં ભાજપના નેતા જસબીર સિંહના ઘર પર આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો છે.
આ હુમલામાં જસબીર સિંહના 4 વર્ષના ભત્રીજાનું મોત નિપજ્યું છે. જ્યારે પરિવારના અન્ય 7 લોકો ઘાયલ થયા છે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ગ્રેનેડ હુમલાની માહિતી મળતાની સાથે જ સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા અને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે.
આ સાથે અનેક ટીમો બનાવીને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી ભાજપના નેતાઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ પહેલા પણ ભાજપના નેતાને નિશાના પર લેવામાં આવ્યા હતા.