Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંકટ હજી પણ માથા પર, રાજ્યના આ પાંચ જિલ્લામાં કોરોનાના 76 ટકા કેસ..જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 28 ઓક્ટોબર, 2021.

Join Our WhatsApp Channel

ગુરુવાર.

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસમાં ધરખમ ઘટાડો થયો છે. જોકે હજી પણ રાજ્યના અમુક જિલ્લામાં કોરોના નિયંત્રણમાં આવ્યો નથી. છેલ્લા એક અઠવાડિયામાં કોવિડના નવા કેસમાંથી 76 ટકા કેસ મુંબઈ, પુણે, થાણે, અહમદનગર અને રાયગઢમાં નોંધાયા છે. રાજ્યના અનેક જિલ્લા કોરોનામુક્ત થવાની તૈયારીમાં છે. પરંતુ અમુક જિલ્લામાં કેસનો ઘટાડો થતો ન  હોવાથી સરકારની ચિંતા વધી ગઈ છે. 

રાજ્યમાં 20થી 26 ઓક્ટોબર દરમિયાન કુલ 10,231 નવા કેસ નોંધાયા હતા, તેમાંથી પાંચ જિલ્લાઓમાં 7,751 એટલે કે 76 ટકા કેસ નોંધાયા છે. જયારે બાકીના 30 જિલ્લામાં ફકત 2,480 (24 ટકા) નવા કેસ નોંધાયા છે. નવા કેસમાં સૌથી વધુ 2,719 કેસ સાથે મુંબઈ પહેલા નંબરે છે. 2,161 કેસ સાથે પુણે બીજા નંબર પર અને ત્રીજા નંબર 1,264 કેસ સાથે થાણે, ચોથા નંબરે 1,202 કેસ અહમદનગર  અને 405 કેસ સાથે રાયગઢ પાંચમા નંબરે છે.

આ બૉલિવુડ સ્ટાર્સના ઘરે આવે છે અધધધ આટલું વીજળીનું બિલ; રકમ જાણી ને ચોંકી જશો   

રાજયમાં સૌથી વધુ કેસ ભલે મુંબઈમાં નોંધાઈ રહ્યા છે. પરંતુ જનસંખ્યા અને ટેસ્ટિંગની સરખામણી વીકલી પોઝિટિવિટી રેટ 1.33 ટકા છે. પોઝિટિવિટીમાં સૌથી વધુ સિંધુદુર્ગમાં 3.29 ટકા ત્યારબાદ પુણે 2.61 ટકા, પાલઘરનો 2.28 ટકા, સાંગલીના 1.90 ટકા અને સોલાપુરમાં 1.83 ટકા સાથે ટોચ પર છે.

એક્ટિવ કેસ પણ સૌથી વધુ પાંચ જિલ્લામાં છે. મુંબઈ, પુણે, થાણે, અહમદનગર અને રાયગઢમાં સૌથી વધુ કેસ છે. તેથી એક્ટિવ કોવિડ દર્દીની સંખ્યા પણ આ જિલ્લામાં  જ વધુ છે.  પુણેમાં 6,837, મુંબઈમાં 4,936, થાણેમાં 3,559, અહમદનગરમાં 2,441 અને રાયગઢમા 662 એક્ટિવ કેસ છે.

Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Raj Thackeray Emergency Meeting MNS રાજ ઠાકરેએ બોલાવી ઈમર્જન્સી બેઠક શિવાજી પાર્કમાં ‘ટ્રેલર’ દેખાયા બાદ મનસે આક્રમક, ‘જે કરવું હોય તે કરો’ના એલાન વચ્ચે મુંબઈમાં શું થશે?
Anand Dubey Resigns Shiv Sena UBT શિવસેના UBT ને મોટો ફટકો ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રવક્તા અને હિન્દી ચહેરો આનંદ દુબેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Ramayana Ramtek Event Cancelled મહારાષ્ટ્રમાં ગંભીર દુકાળની સ્થિતિ નાગપુરના રામટેક ખાતે યોજાનારો ભવ્ય રામાયણ ઉત્સવ રદ
Exit mobile version