પૂર્વોત્તરના બે રાજ્યો અસમ અને મિઝોરમ વચ્ચે સરહદી વિવાદ વધવા લાગ્યો છે.
બંને રાજ્યોના બોર્ડર પર અસમના સુરક્ષા દળો અને મિઝોરમના નાગરિકો વચ્ચે હિંસક ઘર્ષણ થયું છે.
આ ઘર્ષણ દરમિયાન આસામ પોલીસના છ જવાન શહીદ થઈ ગયા છે.
આ ઘટના પછી બંને રાજ્યોના મુખ્યમંત્રીઓેએ પીએમઓને આ બાબતે દખલ કરવાની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ગૃહ મંત્રી અમિત શાહને મામલામાં દરમિયાનગીરી કરવાની અપીલ કરી હતી.
સોમવારે સાંજે અમિત શાહે બન્ને રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે વાતચીત પણ કરી હતી અને મામલાને ટૂંક સમયમાં શાંત પાડી દેશુ તેવો વિશ્વાસ અપાવ્યો હતો.
ટોક્યો ઓલિમ્પિક્સ: આ બાળકીએ રચ્યો ઇતિહાસ, સૌથી નાની ઉંમરમાં મેળવ્યું ગોલ્ડ મેડલ ; જાણો વિગતે
