Site icon

‘માલા..માલ… મામેરું’ રચાયો ઇતિહાસ, ભાઈઓ એ બહેનને 100 વિઘા જમીન, રોકડા 2 કરોડ, આટલા કિલો સોનું-ચાંદીની આપી ભેટ.. જુઓ વિડીયો

6 brothers arrived to fill Mayra with a convoy of 1000 vehicles – spending crores of rupees

‘માલા..માલ… મામેરું’ રચાયો ઇતિહાસ, ભાઈઓ એ બહેનને 100 વિઘા જમીન, રોકડા 2 કરોડ, આટલા કિલો સોનું-ચાંદીની આપી ભેટ.. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

આપણા દેશમાં લગ્ન પ્રસંગે ભેટ-સોગાદ આપવાનો રિવાજ છે. લગ્ન-પ્રસંગે કન્યા અને વરના મોસાળ પક્ષ દ્વારા મામેરું કરવામાં આવે છે. દરમિયાન રાજસ્થાનનો નાગૌર જિલ્લો ફરી એકવાર ‘મામેરું’ ભરવાને લઈને ચર્ચામાં છે. નાગૌરના ખીંવસર વિસ્તારના ઢીંગસરા ગામના ચાર ભાઈઓએ પોતાની બહેનને આઠ કરોડ 31 લાખ રૂપિયાનું મામેરું ભર્યું છે. ભાઈઓએ બહેનને 100 વીઘા જમીન, 2 કરોડ રોકડા રૂપિયા આપ્યા હતા. આ સિવાય 1 કિલો સોનું અને 14 કિલો ચાંદી પણ મામેરામાં આપી હતી. આ ઐતિહાસિક ‘મામેરું’ જોઈ લોકો દંગ રહી ગયા.

Join Our WhatsApp Community

આ મામેરામાં સેંકડો ભાઈઓ વાહનો લઈને રાયધણુ ગામ પહોચ્યા હતા. આ દરમિયાન લગભગ 2 કિલોમીટર સુધી વાહનોનો કાફલો ચાલુ રહ્યો હતો. જેમાં ભાઈઓ સેંકડો કાર, ટ્રેક્ટર, ઊંટ ગાડા અને બળદગાડા સાથે મામેરું ભરવા તેમની બહેનના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. મામેરામાં ઘઉં ભરેલી ટ્રેક્ટર ટ્રોલી પણ આપવામાં આવી છે. ભાગીરથ મેહરિયા, અર્જુન મેહરિયા પ્રહલાદ મેહરિયા અને ઉમ્મેદ જી મેહરિયાએ પોતાની બહેન ભંવરીને 8 કરોડ એકવીસ લાખનું મામેરૂ ભર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : PAN કાર્ડઃ સરકારની મોટી જાહેરાત, PAN અને આધાર લિંક કરવાની તારીખ લંબાવી. હવે આ તારીખ સુધી કરી શકાશે લિંક..

મહત્વનું છે કે નાગૌરમાં થોડા દિવસ પહેલા ડોલરમાં મામેરું ભરાયું હતું. જેમાં ડોલરથી સજાવેલ ચુંદડી હતી અને 3 કરોડ એકવીસ લાખ રૂપિયા આપ્યા હતા.

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version