ભૂતપુર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના અગ્રણી નેતા કેપ્ટન સતીશ શર્માનું બુધવારે ગોવામાં 73 વયે અવસાન થયું છે.
કેપ્ટન શર્મા લાંબા સમયથી અમેઠી લોકસભા ક્ષેત્રમાં ગાંધી પરિવારના પ્રતિનિધિ હતા. સતીશ શર્મા રાયબરેલી અને અમેઠીથી સાંસદ પણ રહી ચુક્યા હતા.
વર્ષ 1993થી 1996 દરમિયાન તેઓ કેન્દ્રમાં પેટ્રોલિયમ મંત્રી હતા.
સતીશ શર્મા ભૂતપુર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના નજીકના માનવામાં આવતા હતા.