Site icon

Gujarat Navratri: નવરાત્રીમાં નાગરીકોની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ, ભયમુક્ત વાતાવરણમાં મહિલાઓ ગરબા ઘૂમી શકે તે માટે રાજ્યભરમાં આ ટીમ તૈનાત.

Gujarat Navratri: નવરાત્રીમાં નાગરીકોની સુરક્ષા અને સલામતી માટે ગુજરાત પોલીસ સજ્જ. ભયમુક્ત વાતાવરણમાં બહેન દીકરીઓ ગરબા ઘૂમી શકે તે માટે રાજ્યભરમાં ૭૩૭ She Team તૈનાત. તમામ શહેર-જિલ્લામાં ૨૦૯ જેટલા કંટ્રોલરૂમમાં ૫,૧૫૨ CCTV દ્વારા રખાશે ચાંપતી નજર. મોડી રાત્રે વાહન ન મળે તો 100 નંબર અથવા 181 નંબર પર ફોન કરવાથી મળશે પોલીસની મદદ

737 She Teams deployed in gujarat so women can roam around in a fear-free environmen in Navratri by gujarat police

737 She Teams deployed in gujarat so women can roam around in a fear-free environmen in Navratri by gujarat police

News Continuous Bureau | Mumbai 

Gujarat Navratri: ગુજરાતમાં નવરાત્રી ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રીના ૯ દિવસ અબાલ વૃદ્ધ સૌ કોઈ મન મુકીને ગરબા રમી માં અંબાની આરાધના કરે છે. નવરાત્રીના આ  તહેવારોમાં નાગરીકોની ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે ગુજરાત પોલીસ ખડે પગે તૈનાત છે.  

Join Our WhatsApp Community

નવરાત્રી દરમ્યાન દરેક મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત ( Women Safety ) રીતે ભયમુક્ત વાતાવરણમાં ગરબા રમીને ઘરે પરત જઈ શકે તે માટે તમામ શહેર-જિલ્લાઓમાં મળીને કુલ ૭૩૭ શી ટીમ તૈનાત કરવામાં આવી છે. આ She Team પરંપરાગત પહેરવેશમાં ફરજ બજાવશે. કોઈપણ સ્થળે છેડતીના બનાવો ના બને અને દીકરીઓ સુરક્ષિત રીતે ગરબા રમી શકે તે માટે આ ટીમો સતત ચાંપતી નજર રાખશે. આ ઉપરાંત અવાવરું જગ્યાએ સતત પેટ્રોલિંગ પણ કરશે અને ઘરે જવા માટે કોઈ બહેન દીકરીઓને રાત્રે વાહન ન મળે તો 100 નંબર અથવા 181 નંબર પર ફોન કરવાથી તેઓને મદદ પણ કરવામાં આવશે.

નવરાત્રી ( Navratri ) પર્વ દરમ્યાન તમામ શહેર-જિલ્લામાં ૨૦૯ જેટલા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. કંટ્રોલરૂમમાંથી ( Gujarat Police ) બારીકાઈથી CCTV કેમેરા દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જેનું ઉચ્ચ પોલીસ અધિકારી કક્ષાએ સતત સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે. નવરાત્રી દરમ્યાન તમામ શહેર-જિલ્લા ખાતે ૫,૧૫૨ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Amit Shah Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં વિકાસ કાર્યોની આપી ભેટ, માણસામાં આટલા કરોડના ખર્ચે નિર્માણ થનારી હોસ્પિટલનો કર્યો શિલાન્યાસ.

ગરબા રમવા અને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે જેના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત અવરજવર રહેતી હોય છે. જેને ધ્યાને લઇ આવા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને ક્યાંય ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. શહેર વિસ્તારની સાથે સાથે ગામડાઓમાં યોજાતા ગરબા ( Navratri Garba ) દરમિયાન વિશેષ તકેદારી રાખવા માટે જીઆરડી જવાનોને પણ તૈનાત કરાયા છે જેથી અંતરિયાળ વિસ્તારોમાં પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Sion Panvel Highway Expansion:પૂર્વ મુંબઈના મુસાફરો માટે ખુશખબર! શીવ-પનવેલ હાઈવે પર ફ્લાયઓવરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા હલ; જાણો શું છે સરકારનો પ્લાન
Exit mobile version