Site icon News Continuous Bureau | Mumbai

ટ્રેનમાં જામી મહેફિલ.. માત્ર 8 વર્ષના બાળકમાં અદભુત કૌશલ.. ગાયું શાસ્ત્રીય સંગીત.. જુઓ મંત્રમુગ્ધ કરી દેતો વિડીયો..

જો તમને સંગીત ગમતું હોય તો તમને આ વાયરલ વીડિયો ચોક્કસ ગમશે, જેમાં એક નાનો છોકરો પોતાના અવાજનો જાદુ ફેલાવી રહ્યો છે.

8-yr-old Chennai boys classical music performance on a train will soothe your soul

ટ્રેનમાં જામી મહેફિલ.. માત્ર 8 વર્ષના બાળકમાં અદભુત કૌશલ.. ગાયું શાસ્ત્રીય સંગીત.. જુઓ મંત્રમુગ્ધ કરી દેતો વિડીયો..

News Continuous Bureau | Mumbai

જો તમને સંગીત ગમતું હોય તો તમને આ વાયરલ વીડિયો ચોક્કસ ગમશે, જેમાં એક નાનો છોકરો પોતાના અવાજનો જાદુ ફેલાવી રહ્યો છે. ટ્રેનમાં ( train ) એક 8 વર્ષના છોકરાએ ( Chennai boy ) પોતાના શાસ્ત્રીય સંગીતથી ( classical music performance )  બધાને દિવાના બનાવી દીધા છે. આ છોકરાનું નામ છે સૂર્ય નારાયણ અને તેણે વારાણસીના કાશી તમિલ સંગમથી પરત ફરી રહેલા મુસાફરો માટે ગીત ગાયું, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. શાસ્ત્રીય સંગીત રજૂ કરતો આ છોકરો ચેન્નાઈનો ( Chennai  ) રહેવાસી છે.

Join Our WhatsApp Channel

વારાણસીના કાશી તમિલ સંગમ થી પરત ફરી રહેલા ટ્રેનના મુસાફરો માટે તે એક ખાસ ક્ષણ હતી, જ્યારે એક 8 વર્ષના છોકરાએ તેમના માટે શાસ્ત્રીય સંગીત ગાયું. આ બાળકે આટલી નાની ઉંમરે શાસ્ત્રીય સંગીત પર પોતાની પકડ વડે સૌને ચોંકાવી દીધા. શાસ્ત્રીય સંગીત રજૂ કરતા આ બાળકની આ ક્લિપ ઓનલાઈન વાયરલ થઈ છે અને અમને ખાતરી છે કે તમે પણ આ બાળકને સાંભળીને મંત્રમુગ્ધ થઈ જશો.

આ સમાચાર પણ વાંચો:  મહારાષ્ટ્રના BJP ધારાસભ્યની કારને નડ્યો અકસ્માત, ફોર્ચ્યુનર 30 ફૂટ ઊંડી ખીણમાં પડી.. જાણો કેવું છે ધારાસભ્ય સ્વાસ્થ્ય

આ વાયરલ વીડિયોને સંગીતા વોરિયર નામના આઈડીથી ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. 2 મિનિટથી વધુ લાંબી ક્લિપમાં, ચેન્નાઈનો સૂર્ય નારાયણ નામનો 8 વર્ષનો છોકરો ટ્રેનની બાજુની ઉપરની બર્થ પર બેઠો જોવા મળે છે. આ છોકરો પૂરા જોશથી ગાય છે. આ બાળકના મધુર અવાજ અને મધુર ગીતોએ લગભગ દરેકને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વીડિયોમાં હાજર તમામ યાત્રીઓ આ બાળકના ગીતની મજા લેતા જોવા મળી રહ્યા છે અને સાથે જ વીડિયો પણ બનાવી રહ્યા છે.

CIDCO Land Illegal Dumping Crackdown નવી મુંબઈમાં ભૂમાફિયાઓ પર તંત્રનું મોટું એક્શન, પનવેલમાંથી પોકલેન અને ૧૭ ડમ્પર જપ્ત, એફઆઈઆર દાખલ
SRPF Jawan Dies By Suicide પંઢરપુરમાં અષાઢી એકાદશીના બંદોબસ્ત વચ્ચે મોટી દુર્ઘટના SRPFના જવાને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું
Gujarat Weather Heavy Rain Alert મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા તૈયાર, હવામાન વિભાગની ચેતવણી આ ત્રણ જિલ્લાઓમાં ખાબકી શકે છે ભારે વરસાદ
Maharashtra TET Exam Leak Case મહારાષ્ટ્ર TET પેપર લીક કેસમાં પોલીસને મોટી સફળતા, સ્પેશિયલ ટીમે આ રાજ્યમાંથી ઝડપાયો માસ્ટરમાઇન્ડ વીરેન્દ્ર ગુપ્તા
Exit mobile version