Site icon News Continuous Bureau | Mumbai

અમરેલી માં પાંચ માસ માં 85 સિંહો ના મૌત ને કારણે ખળભળાટ… જાણો વિગત…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

ગાંધીનગર

Join Our WhatsApp Channel

14 જુલાઈ 2020

અમરેલીમાં પાંચ માસમાં 85 સિંહોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. જેને પગલે ખાસ કેન્દ્રની એક તપાસ સમિતિ કારણો શોધવા ગુજરાત આવી હતી. આ સમિતિએ જે રિપોર્ટ આપ્યો છે તે ચોંકાવનારો છે. ગીરના સિંહોના મોત માટે વનવિભાગ અને સંરક્ષણ ને લઇ સરકારની ઘોર ઉપેક્ષા સામે આવી છે. આ અભયારણ્યમાં સિંહોની કાળજી લેવા માટે પૂરતો સ્ટાફ પણ નથી. આથી તાત્કાલિક 100 ફોરેસ્ટ ઓફિસર અને 250 ગાર્ડ ની ખાલી જગ્યા ભરવાની તાકીદ કરી છે.

વિવિધ રીતે 85 સિંહો અને બાળસિંહોના મોત થયા છે તે માટે આસપાસ રહેતા માલધારીઓ પણ એક મોટું કારણ હોવાનું જણાયું છે. આથી જ જંગલમાંથી પસાર થતા રસ્તા ઉપર ઠેરઠેર સ્પીડ બ્રેકર લગાવવાની હિમાયત કરી છે. જ્યારે  અકુદરતી રીતે થતાં મોત રોકવા માટે સરકાર દ્વારા લેવાતા પગલાં સામે પણ, સમિતિએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. અહીં  જંગલની અંદર પણ ઘણા ફેરફારો કરવાના સૂચન કર્યા છે જેમ કે, જંગલની નજીકના કૂવાઓની ફરતે પેરપેટ બનાવવી, નજીકના રેલવે પાટા પહેલા વાડ બાંધવી, અંદર પણ કેટલાક બાંધકામ કરવાનાં પગલાં સૂચવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગીરના સાવજોનાં સંરક્ષણ માટે સાસણ-ગીર ખાતે એક અત્યાધુનિક વેટરનરી હોસ્પિટલ પણ બની રહી છે જેથી સિંહ અને અન્ય પશુ- પ્રાણીઓને સમયસર સારવાર મળી રહે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/306icx7

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Mumbai Firecracker Ban રસ્તાઓ કે બીચ પર નહીં ફોડી શકાય ફટાકડા; હાઈકોર્ટે BMC અને પોલીસને આપ્યા કડક એક્શનના નિર્દેશ
Bhiwandi Banned Clarias Fish Seized ભિવંડીમાં સંયુક્ત દરોડો; ૧૭૫ કિલો પ્રતિબંધિત ‘માંગુર’ માછલી જપ્ત, વિક્રેતા સામે ગુનો દાખલ
Ulhasnagar Robbery Case Solved ઉલ્હાસનગરમાં લૂંટનો ભેદ ઉકેલાયો; ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને દબોચી રૂ. ૩૬.૪૮ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
Uddhav Thackeray Supreme Court Relief ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; ‘ત્યાં સુધી જગ્યા ન ભરો’, સદા સરવણકરને નોટિસ
Exit mobile version