Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં ઠેકાણા નથી પણ ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ ફૂલ સ્પીડે, આટલા ટકા જમીનનું સંપાદન થઈ ગયું. ગુજરાત સરકારની જાહેરાત.

News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના ગણાતી બુલેટ ટ્રેનનું કામ મહારાષ્ટ્રમાં ગોકળ ગતીએ ચાલી રહ્યું છે. પરંતુ ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 99.3 ચકા જેટલી જમીનનું સંપાદન થઈ ગયું હોવાની માહિતી ગુજરાત સરકારે વિધાનસભામાં આપી છે.

Join Our WhatsApp Channel

મુંબઈ-અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેનનું કામ મહારાષ્ટ્રમાં જમીન સંપાદનને લઈને ઘોંચમાં પડ્યું છે. મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં અનેક અડચણો આવી રહી છે, તેથી કામમાં વિલંબ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી માત્ર 62 ટકા જમીનનું સંપાદન કરવામાં સફળતા મળી છે, તેની સામે ગુજરાતમાં અત્યાર સુધી આ પ્રોજેક્ટ માટે 99.3 ટકા જમીનનું સંપાદન થઈ ગયું છે.

આ સમાચાર પણ વાંચો :  સુપ્રીમ કોર્ટની ચાર સભ્યોની પેનલનો ચોંકાવનારો અહેવાલ.. દેશના આટલા ટકા ખેડૂતો રદ થયેલા નવા કૃષિ કાયદાનું સમર્થન કરતા હતા.. જાણો વિગતે

ગુજરાત સરકારે આપેલી માહિતી મુજબ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં 99.3 ટકા જમીનનું સંપાદન થયું છે. જમીન સંપાદન માટે અત્યાર સુધી વળતરરૂપે 2,934 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. 

ગુજરાતમાં અત્યાર સુધી 360.75 હેકટર જમીનનું સંપાદન કરવાનું છે, તેમાંથી અત્યાર સુધી 358.33 હેકટર જમીનનું સંપાદન થઈ ચૂક્યું છે. 

CIDCO Land Illegal Dumping Crackdown નવી મુંબઈમાં ભૂમાફિયાઓ પર તંત્રનું મોટું એક્શન, પનવેલમાંથી પોકલેન અને ૧૭ ડમ્પર જપ્ત, એફઆઈઆર દાખલ
SRPF Jawan Dies By Suicide પંઢરપુરમાં અષાઢી એકાદશીના બંદોબસ્ત વચ્ચે મોટી દુર્ઘટના SRPFના જવાને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું
Gujarat Weather Heavy Rain Alert મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા તૈયાર, હવામાન વિભાગની ચેતવણી આ ત્રણ જિલ્લાઓમાં ખાબકી શકે છે ભારે વરસાદ
Maharashtra TET Exam Leak Case મહારાષ્ટ્ર TET પેપર લીક કેસમાં પોલીસને મોટી સફળતા, સ્પેશિયલ ટીમે આ રાજ્યમાંથી ઝડપાયો માસ્ટરમાઇન્ડ વીરેન્દ્ર ગુપ્તા
Exit mobile version