Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં ગૌમાંસનો મસમોટો જથ્થો પકડાયો, બે જણાની ધરપકડ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

સોમવાર 

વરિષ્ઠ નિરીક્ષક અજય વસાવેએ જણાવ્યું કે, એક ગુપ્ત સૂચનાના આધાર પર જિલ્લા ગ્રામીણ પોલીસે પાલઘરમાં મુંબઈ-અમદાવાદ રાજમાર્ગ પર ઘોલ ગામમાં જાળ બિછાવી હતી અને એક કન્ટેનર ટ્રકને અટકાવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને ગૌમાંસ તમિલનાડુથી રાજ્યમાં લાવવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે, ટ્રાન્સપોર્ટર્સે ખેપ અંગે ખોટું નિવેદન આપીને ભાગવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ પકડાઈ ગયા હતા. વાહનમાંથી ૨૦ લાખના મૂલ્યનું કુલ ૨૧,૦૧૮ કિગ્રા ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર ખેપ તલોજા પહોંચાડવાની હોવાનું જાણવા મળ્યું છે.  પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. તેઓ બંને તમિલનાડુના અરિયાલુરના રહેવાસી છે. પોલીસે કન્ટેનર ટ્રકના માલિક તથા ગુનામાં સંકળાયેલા અન્ય લોકો વિરૂદ્ધ આઈપીસીની કલમ, મહારાષ્ટ્ર પશુ અધિનિયમ અને પશુ ક્રૂરતા અધિનિયમ સંબંધી ધારાઓ અંતર્ગત કેસ દાખલ કર્યો છે. મહારાષ્ટ્ર પોલીસે પાલઘરના કાસા વિસ્તારમાંથી ૨૧,૦૧૮ કિગ્રા ગૌમાંસ જપ્ત કર્યું છે. આ સાથે જ આ મામલે તમિલનાડુના ૨ શખ્સ (રાજેન્દ્ર અને રંજીત કુમાર)ની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ કથિત રીતે આ ગૌમાંસને એક કન્ટેનર ટ્રકમાં તમિલનાડુથી થાણે લઈ જઈ રહ્યા હતા. પાલઘર પોલીસ દ્વારા પકડવામાં આવેલા બીફની કિંમત ૨૦.૬ લાખ રૂપિયા જેટલી છે. એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી હતી.

પ્રભાસની ફિલ્મના સેટ પર આ રીતે કરવામાં આવ્યું દીપિકા પાદુકોણનું સ્વાગત, 500 કરોડની 'પ્રોજેક્ટ કે'માં જોવા મળશે અમિતાભ બચ્ચન ; જાણો વિગત  

MMRDA Fines Contractor 2 Crore થાણે કોપરી બ્રિજ પર મોટો અકસ્માત ટળ્યો MMRDA એ કોન્ટ્રાક્ટર કંપનીને ફટકાર્યો અધધ આટલા કરોડનો દંડ..
CJP Abhijeet Dipke Conditional Bail પોલીસ કસ્ટડીમાંથી મુક્તિ, પણ કડક નજર હેઠળ! અભિજીત દીપકેને જામીન આપતાં કોર્ટે મૂકી આ કડક શરત
FDA Suspends 25 Food Licences દર્દીઓના જીવ સાથે રમત? મુલુંડ ફોર્ટિસ સહિત ૨૫ રેસ્ટોરાંકેન્ટીન પર FDA નો મોટો સપાટો લાયસન્સ સસ્પેન્ડ
Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Exit mobile version