Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રની કૅબિનેટ મિટિંગમાં લેવાયો મોટો નિર્ણય; તાઉતે વાવાઝોડાને કારણે અસરગ્રસ્ત થયેલા લોકોને નિયમ કરતાં વધુ મદદ કરાશે, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ૨૮ મે 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

ચક્રવાતનો ભોગ બનેલા લોકોને વળતર આપવા માટે આજે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાહત અને પુનર્વસનપ્રધાન વિજય વડેટ્ટીવારે મીડિયાને જણાવ્યું છે કે ચક્રવાતથી અસરગ્રસ્ત લોકોને કુલ ૨૫૨ કરોડ રૂપિયાની મદદ કરવામાં આવશે, એવો નિર્ણય કૅબિનેટની મિટિંગમાં લેવાયો છે.

વાવાઝોડું તાઉતેને કારણે સિંધુદુર્ગ, રાયગઢ, રત્નાગિરિ અને પાલઘર જેવા વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. ત્યાર બાદ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ સહિત અનેક પ્રધનો અને નેતાઓએ કોંકણની મુલાકાત લીધી. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી હતી કે પીડિતોને સહાય આપવામાં આવશે.

આ નિર્ણય અંગે જણાવતાં આજે પ્રધાન ઉદય સામંતે મીડિયાને કહ્યું હતું કે ચક્રવાતને કારણે થયેલા નુકસાન માટે કોંકણના લોકોને રાહત આપવાનો નિર્ણય મહાવિકાસ આઘાડી સરકારે આજે કૅબિનેટની બેઠકમાં લીધો હતો. જો અમે કેન્દ્ર સરકારના નિયમ મુજબ વળતર ચૂકવ્યું હોત, તો અમારે ફક્ત ૭૨ કરોડ ચૂકવવા પડ્યા હોત, પરંતુ મુખ્ય પ્રધાને ત્રણ ગણી વધુ રકમ આપવાનું નક્કી કર્યું.આ નિવેદન અનુસાર અસરગ્રસ્ત લોકોને ૨૫૨ કરોડ રૂપિયાની મદદ કરવામાં આવશે.

મહારાષ્ટ્રની કૅબિનેટ મિટિંગ સમાપ્ત થઈ; લૉકડાઉન સંદર્ભે રાજ્ય સરકારે કરી આ મોટી જાહેરાત

તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકારે જેમ ગુજરાતને ૧,૦૦૦ કરોડની સહાયની જાહેરાત કરી છે, એવી જ રીતે મહારાષ્ટ્રને પણ ૫૦૦ કરોડની મદદ મળે તો રાહત થશે. વિપક્ષે મદદ માટે કેન્દ્ર સાથે આ બાબતે વાત કરવી જોઈએ.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version