Site icon

શિંદે-ફડણવીસ સરકારનો ઝપાટો- આરેમાં કારશેડને જોડતો મેટ્રો-3નો રેમ્પ તૈયાર- બહુ જલદી થશે ટ્રાયલ- જાણો વિગત

News Continuous Bureau | Mumbai

મહાવિકાસ આઘાડી સરકાર(MVA govt)નો આરેમાં કારશેડ(Aarey metro carshed) સામે વિરોધ હોવા છતાં છેલ્લાં દોઢેક વર્ષથી આરેના પ્રજાપુર પાડા ગામમાં રેમ્પ(ramp) બનાવવાનું કામકાજ ચાલુ રાખવામાં આવ્યું હતું, તેનું કામ લગભગ પૂરું થવાની તૈયારીમાં છે. હવે બહુ જલદી આરેમાં મેટ્રો-3ની ટ્રાયલ કરવામાં આવવાની છે. તે માટે સોમવારે આરે કોલોનીમાં ઝાડની ડાળખીઓનું ટ્રિમિંગ પણ કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Community

પર્યાવરણવાદીઓના ભારે વિરોધ બાદ પણ શિંદે-ફડણવીસ સરકારે આરે કોલોનીમાં જ મેટ્રો-3નો કારશેડ બનાવવાનો નિર્ણય લીધો છે, કારશેડ બનાવવા સામે ભારે વિરોધ વચ્ચે પણ હવે બહુ જલદી આરેમાં કારશેડને જોડતો મેટ્રો-નો રેમ્પ તૈયાર થઈ જવાનો છે અને તેના પર હવે ટ્રાયલ પણ કરવામાં આવવાની છે.

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (એમવીએ)ની સરકારનો આરે કોલોનીમાં કારશેડ સામે વિરોધ હોવા છતાં આરેમાં રેમ્પનું કામકાજ ચાલુ રાખવામાં આવ્યું હતું. ભાજપના  સમર્થનવાળી એકનાથ શિંદેની સરકારે આરેમાં કારશેડ બનાવવાની કામગીરીમાં સ્ટે ઉઠાવી લીધો છે, તેથી ફરી એક વખત આરે કોલોનીમાં કામે સ્પીડ પકડી છે.

આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત- મુંબઈના પોલીસ સ્ટેશનોમાં પણ અંધશ્રદ્ધા- અષાઢી અમાસને લઈને મુંબઈ પોલીસે કમિશનરે બહાર પાડ્યો આ આદેશ

મેટ્રો-3નો રેમ્પનું કામ એક મહિના પહેલા પૂરું થઈ ગયું હતું. હાલ અહીં અન્ય કામ ચાલુ છે. આ રેમ્પ મેટ્રો-થ્રીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મુખ્ય ભાગ છે અને તે ભૂગર્ભ સિપ્ઝ મેટ્રો સ્ટેશનની બહાર નીકળતી મેટ્રો ટ્રેનોની જાળવણી માટે કારશેડમાં પ્રવેશવાની મંજૂરી આપશે.

કેન્દ્ર સરકાર સાથે મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (MMRCL) સાથે પચાસ ટકા ભાગીદારી ધરાવનારા મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ના કહેવા મુજબ  મેટ્રો-થ્રી માટે જરૂરી રેમ્પનું કામકાજ પૂરું થયું છે. આરેમાં રેમ્પ બનાવવાના કામકાજમાં સ્ટે મૂકવામાં આવ્યો નહોતો. ફક્ત ડેપોના ભાગને સંરક્ષિત કરવામાં આવ્યો હતો. હવે આરેમાં કારશેડને મંજૂરી મળી ગઈ છે, તેથી કારશેડમાં પ્રવેશવા માટે રેમ્પ માટે જરૂરી કામ ખૂબ જ ઝડપથી થઈ શકશે.

Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Natural Farming: પ્રાકૃતિક કૃષિ : પંચમહાલ જિલ્લો
Delhi Pollution: આભને આંબતું પ્રદૂષણ! દિલ્હીમાં વિઝિબિલિટી ઝીરો, એરપોર્ટ ઠપ્પ, ૧૨૯ ફ્લાઈટ્સ રદ.
Maharashtra Municipal Election: સ્થાનિક સ્વરાજ્યની કસોટી: ૨૩ નગર પરિષદો માટે આજે મતદાન, કોનું પલડું રહેશે ભારે? આવતીકાલે ફેંસલો
Exit mobile version