ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ જૂન 2021
મંગળવાર
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કઠોર સરકારી આદેશ જાહેર કર્યો છે. જે મુજબ સાંજે પાંચ વાગ્યા પછી વિના કારણ બહાર ફરવા લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ સરકારી અધિકારીઓને આદેશ આપ્યા છે કે આ આદેશનું કઠોર પણે પાલન થવું જોઈએ. આ માટે દંડની જોગવાઇ પણ કરવામાં આવી છે.
બીજી તરફ પુના મહાનગરપાલિકાએ વધુ કડક નિર્ણય લીધા છે. અને સાંજે પાંચ વાગ્યા પછી સીધેસીધો કરર્ફ્યુ ઝીંકી દીધો છે. આનો અર્થ એવો થાય છે કે પુનામાં સાંજે પાંચ વાગ્યા પછી કોઈપણ વ્યક્તિ ઘરની બહાર નહીં નીકળી શકે. બીજી તરફ આખા રાજ્યમાં સાંજે પાંચ વાગ્યા પછી જમાવબંધી નો કાયદો લાગુ પડ્યો છે.
મ્હાડાએ સતત બીજા વર્ષે મકાનનો ડ્રૉ રદ કર્યો, જાણો વિગત
આનો અર્થ સ્પષ્ટ છે કે ડેલ્ટા વેરીરન્ટ ના આગમન પછી સરકાર વધુ કડક બની છે.