News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)ની અમરાવતી લોકસભા સીટ પરથી અપક્ષ સાંસદ નવનીત(Amravati MP Navneet Rana) રાણા આજકાલ ચર્ચામાં છે. સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાએ રાજ્યની શિવસેના(Shiv sena) સરકાર (MVA govt)સાથે સીધી ટક્કર લીધી છે. શનિવારે તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘર 'માતોશ્રી'ની બહાર(CM Uddhav Thackeray Bungalow Matoshree) હનુમાન ચાલીસા વાંચવાની ચેલેન્જ આપી હતી. આ પછી સવારથી નવનીત રાણાની બિલ્ડીંગ નીચે મોટી સંખ્યામાં શિવસૈનિકો (Shiv Sainik)પહોંચી ગયા હતા અને હંગામો કરવા લાગ્યા હતા. જો કે, દિવસભરના હોબાળા બાદ રાણા દંપતીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે વડાપ્રધાન મોદી(PM Modi Mumbai visit) આવતીકાલે મુંબઈ આવી રહ્યા છે અને અમે તેમના કાર્યક્રમમાં કોઈ ખલેલ પાડવા માંગતા નથી. તેથી, અમે માતોશ્રી જઈને, હનુમાન ચાલીસા વાંચવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ અંગે સાસંદ નવનીત રાણાએ કહ્યું હતું કે, અમારો ઉદ્દેશ્ય હતો કે સંકટ મોચન સંકટ દૂર કરે. ઉદ્ધવ ઠાકરેએ અમારા ઘરે ગુંડાઓ મોકલ્યા. શિવસેના ખતમ થઈ ગઈ છે. અસલી શિવસૈનિકો બાળાસાહેબ સાથે જતા રહ્યા. હવે શિવસેના માત્ર ગુંડાઓની જ રહી ગઈ છે. મુખ્યમંત્રીનું માત્ર એ જ કામ છે કે, કોના સામે શું કાર્યવાહી કરાવવી, કોને જેલમાં પૂરવા અને કોને તડીપાર કરવા. મુખ્યમંત્રી ખેડૂતોની આત્મહત્યા પર ધ્યાન નથી આપતા. વીજળીની સમસ્યા, બેરોજગારી પર ચૂપ રહે છે. અમારો ઉદ્દેશ્ય પૂર્ણ થયો. અમે 'માતોશ્રી'ની બહાર પ્રદર્શન નહીં કરીએ.
ઉલ્લેખનીય છે કે આ પહેલા દિવસભર ખારમાં રાણા દંપતીના નિવાસસ્થાનની બહાર ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન પોલીસ અને શિવસૈનિકો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. શિવસૈનિકોએ રાણાના ઘરની બહારના બેરિકેડ્સ તોડીને ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.