ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 18 ડિસેમ્બર 2021
શનિવાર.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે છે.
પ્રાપ્ત જાણકારી મૂજબ આ મુલાકાત દરમિયાન તેઓ પુણેમાં સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરશે અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના કર્મચારીઓ સાથે વાતચીત કરશે.
સાથે જ વૈકુંઠ મહેતા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોઓપરેટિવ મેનેજમેન્ટના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે
પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાંમરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજીની પ્રતિમાનો શિલાન્યાસ કરશે.
અમિત શાહ શહેરમાં ICSI ફંક્શનમાં હાજરી આપવા ઉપરાંત લોનીમાં વિઠ્ઠલરાવ વિખે પાટિલ સાહિત્ય પુરસ્કાર એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે.
ગૃહ પ્રધાન 19 ડિસેમ્બર સાંજે પુણેમાં બીજેપી કાર્યકર્તાઓને પણ મળશે, ત્યારબાદ તેઓ પ્રખ્યાત ઈતિહાસકાર બાબાસાહેબ પુરંદરેના નિવાસસ્થાનની પણ મુલાકાત લેશે.
ઉત્તર પ્રદેશમાં મઉ ખાતે સપા નેતાના ઘરે આયકર વિભાગના દરોડા, કાર્યકરોનો હોબાળો; ભારે ફોર્સ તૈનાત