Site icon News Continuous Bureau | Mumbai

દેશના આ રાજ્યમાં અણધારી રાજનૈતિક આફત આવી, આખા મંત્રીમંડળે રાજીનામું આપ્યું. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન રેડ્ડીની પાર્ટીના તમામ મંત્રીઓએ પોતાના રાજીનામા ધરી દીધા છે. આ રાજ્યમાં કુલ 24 મંત્રીઓ હતા. મુખ્યમંત્રી રેડ્ડી ના નેતૃત્વ હેઠળ એક મિટિંગ થઈ હતી જે મીટિંગમાં પાર્ટીની નબળી થયેલી પકડ સંદર્ભે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ એક મતે નિર્ણય લેવાયો હતો કે મુખ્યમંત્રી જગન રેડ્ડી સિવાય તમામ મંત્રીઓ પોતાના રાજીનામા આપી દેશે. ગણતરીના કલાકોમાં જ તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા. હવે આ તમામ મંત્રીઓને પાર્ટીની અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવશે તેમજ આગામી બે અથવા ત્રણ દિવસની અંદર મુખ્યમંત્રી જગન રેડ્ડી નવા મંત્રી મંડળની સ્થાપના કરશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ નવા મંત્રીમંડળમાં વધુ પડતા યુવાન અને નવા ચહેરાઓ હશે જ્યારે કે જૂના મંત્રીઓ માંથી અનેકને પાણીચું આપી દેવાશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : એક સમયે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘મોતના સૌદાગર’ કહેનાર સોનીયા ગાંધીએ મોદીને પ્રણામ કર્યા. ફોટો વાયરલ જુઓ ફોટો….

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version