ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 જાન્યુઆરી 2022
બુધવાર.
આંધ્ર પ્રદેશ સરકારે 13 નવા જિલ્લાઓના નિર્માણને મંજૂરી આપી દીધી છે.
13 નવા જિલ્લાઓના નિર્માણ બાદ પ્રદેશમાં કુલ જિલ્લાઓની સંખ્યા 26 થઈ જશે.
જોકે તેની સંપૂર્ણ પ્રક્રિયા થવાની હજુ બાકી છે. રિપોર્ટ પ્રમાણે એપ્રિલમાં તેલુગુ નવા વર્ષ સુધીમાં તમામ પ્રક્રિયાઓ પૂરી થઈ જશે.
નવા જિલ્લાઓના નામ માન્યમ, અલ્લૂરી સીતારામ રાજૂ, અનાકાપલ્લી, કાકીનાડા, કોના સીમા, એલુરૂ, એનટીઆર, બાપટિયા, પલનાડુ, નંદયાલ, શ્રી સત્યસાઈ, અન્નામય્યા, શ્રી બાલાજી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લે 1979માં આંધ્ર પ્રદેશમાં નવો જિલ્લો બનાવવામાં આવ્યો હતો. તે સમયે આંધ્ર પ્રદેશ અવિભાજિત હતું.
લઠ્ઠાકાંડ, યુપીના આ શહેરમાં ઝેરી શરાબ પીવાથી આટલા લોકોના નિપજ્યા મોત; જાણો વિગતે
