ભાજપના પ્રદેશ અધ્યક્ષ નો ધડાકો, આગામી દિવસોમાં ઠાકરે કી સરકાર વધુ બે મંત્રીઓએ રાજીનામા આપવા પડશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 8 એપ્રિલ 2021

ગુરૂવાર

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત દાદા પાટીલે મુંબઈ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે દાવો કર્યો હતો કે આગામી પંદર દિવસની અંદર ઉદ્ધવ ઠાકરેની સરકારના વધુ બે મંત્રીઓએ ભ્રષ્ટાચારને કારણે રાજીનામા આપવા પડશે.

મહારાષ્ટ્ર ના પાડોશી એવા આ રાજ્યમાં હવે લાગશે લોકડાઉન.
 

આ કયા મંત્રી છે અને કયા કારણસર રાજીનામાં આપશે તે સંદર્ભે તેમણે કોઈ ફોડ પાડ્યો નથી. પરંતુ તેમણે જણાવ્યું કે ગત એક મહિનામાં ઉદ્ધવ ઠાકરે સરકારના બે મંત્રીઓએ રાજીનામાં આપવા પડ્યા છે. હવે વધુ બે મંત્રીઓને રાજીનામા આપવા પડશે એટલે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે.

તેમણે જણાવ્યું કે શિવસેનાના મંત્રી અનિલ પરબ પર હવે ભ્રષ્ટાચારના જે આરોપ લાગ્યા છે તેને કારણે તેમની પણ તપાસ થશે.

આમ ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેર ના સંકેત આપ્યા.

Exit mobile version