News Continuous Bureau | Mumbai
મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાનો અને નેતાઓ પર આરોપ કરનારા ભાજપના નેતા કિરીટ સોમૈયાએ હવે વધુ એક ચોંકાવનારો આરોપ કયો છે. રાજ્યના પરિવહન ખાતાના પ્રધાન અનિલ પરબના વિરોધમાં ફોજદારી કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હોવાનું કિરીટ સોમૈયાએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : ગાજ્યા મેઘ વરસ્યા નહી.. ગોવામાં શિવસેનાનું સુરસુરિયું, ઉમેદવારોની ડિપોઝિટ પણ ગુલ; આદિત્ય ઠાકરે અને સંજય રાઉત ફ્લોપ સાબિત થયા..
મહાવિકાસ આઘાડી સરકારના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ, લઘુમતી બાબતોના પ્રધાન નવાબ મલિક જેલમાં ગયા છે. હવે કયા પ્રધાનનો વારો? એ સંદર્ભમાં કિરીટ સોમૈયાએ ટ્વીટ કર્યું છે. ભાજપે હવે અનિલ પરબ પર લક્ષ કેન્દ્રિત કર્યું હોવાનું માનવામાં આવે છે.