ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર 2021
મંગળવાર.
છેલ્લા મહિલાઓથી ભાજપના નેતા કિરીટ સોમૈયા મહાવિકાસ આઘાડી સરકારના નેતાઓ પર કૌભાંડ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. તેમણે સતત પ્રેસ કોન્ફરન્સ કરીને અત્યાર સુધી અનેક નેતાઓના કૌભાંડોનો પર્દાફાશ કર્યો છે. હવે રાજ્યમાં મહાવિકાસ આઘાડીની સરકારને બે વર્ષ પૂર્ણ થવાના છે, ત્યારે ભાજપના નેતાઓ વધુ આક્રમક બન્યા હોવાનું જણાઈ રહ્યું છે. હવે ફરી એકવાર કિરીટ સોમૈયાએ સનસનીખેજ ટ્વીટ કર્યું છે. ડિસેમ્બરમાં શિવસેનના વધુ 3 નેતાઓના કૌભાંડો બહાર કાઢવાની તેમણે ધમકી આપી છે.
કિરીય સોમૈયા ટ્વિટ કરીને કહ્યું હતું કે ડિસેમ્બરમાં ઠાકરે સરકારના વધુ 3 નેતાઓના કૌભાંડોનો તેઓ પર્દાફાશ કરશે. આવતીકાલે હું અમરાવતીમાં હોઈશ અને આવતીકાલે જાલનામાં હોઈશ.
દેશમાં અંગદાન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ મેળવતું મહારાષ્ટ્રનું ઓર્ગન ડોનેશન ઓર્ગેનાઇઝેશન
અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષમાં ઠાકરે કેબિનેટના કુલ 12 મંત્રીઓ અને નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહાવિકાસ અઘાડી એ મહાવસુલી સરકાર છે જેણે છેલ્લા 24 મહિનામાં 24 મોટા કૌભાંડો જોયા છે એવો આરોપ પણ કિરીટ સોમૈયાએ કર્યો હતો. સોમૈયાએ કહ્યું હતું મહાવિકાસ આઘાડીના અડધો ડઝન મંત્રીઓ, નેતાઓ જેલમાં જશે. સોમૈયાએ આ નેતાઓ અને ઠાકરે સરકાર પર મહારાષ્ટ્રને લૂંટવાનો આરોપ પણ લગાવ્યો હતો. હવે આ નવા સનસનાટીભર્યા ટ્વીટથી ફરી એકવાર આ ત્રણ મંત્રી કોણ હશે? તે અંગે લોકોમાં કૂતૂહલ જાગ્યું છે.
