Site icon News Continuous Bureau | Mumbai

ભાજપના આ નેતાએ મોદી સરકારને તમામ મોર્ચે નિષ્ફળ ગણાવી, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 26 નવેમ્બર  2021    
શુક્રવાર.

બટકબોલા ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણીયમ સ્વામી પોતાની તીખી જબાન માટે જાણીતા છે. કોઈ પણ શેહ શરમ રાખ્યા વગર મોઢા પર બોલી નાખનારા સુબ્રમણ્યમે 25 નવેમ્બરના એક ટ્વિટમાં મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ જાહેર કર્યું હતું અને મોદી સરકારને તમામ મોરચે નિષ્ફળ ગણાવી હતી.

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ, આ કેન્દ્રીય મંત્રીએ ર્ક્યો નવો દાવો કહ્યું- મહા વિકાસ અઘાડી સરકાર ટૂંક સમયમાં પડી જશે

દેશની આંતરિક સુરક્ષા, અર્થતંત્ર, સીમા સુરક્ષા, અફઘાનિસ્તાનમાં  નિષ્ફળ ગયેલી વિદેશ નિતી, પેગાસસ જેવા મુદ્દા પર કેન્દ્ર સરકાર સરકારને તેમણે નિષ્ફળ ગણાવી હતી, સાથે જ તેમણે મોદી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે આ બધા માટે સુબ્રમણીયમ જવાબદાર છે.
 સુબ્રમણ્યમ અનેક વખત ટ્વિટર પર મોદી સરકારની નિતીઓ પર ટીકા કરતા હોય છે. અહીં ઉલ્લેખનીય છે કે હજી 24 નવેમ્બરના જ તેઓએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ તૃણમુલ કોંગ્રેસમાં જોડાવાના હોવાની અફવાએ જોર પકડયું છે.

Thane Ghodbunder Road Accident ઠાણા માં ભયાનક અકસ્માત ઘોડબંદર રોડ પર રિક્ષા પર ગેસ ટેન્કર પલટી ગયું, બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત
ED Freezes TMC Bank Accounts મમતા બેનર્જીને મોટો ઝટકો, EDએ TMC સાથે જોડાયેલા ૩ બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા, ₹૪૪૦ કરોડ જમા છે
Pune Building Collapse પુણેમાં રહેણાંક ઈમારત ધરાશાયી થતાં સર્જાઈ મોટી દુર્ઘટના, ૧૪થી વધુ લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા
Nashik Trimbakeshwar road closed નાસિકત્ર્યંબકેશ્વર હાઈવે પર મોટી આફત, ભારે વરસાદમાં રસ્તાનો એક હિસ્સો ધોવાઈ જતાં માર્ગ સંપૂર્ણપણે બંધ
Exit mobile version