News Continuous Bureau | Mumbai
ભારતીય જનતા પાર્ટી(BJP)એ હવે મહારાષ્ટ્રમાં સરકાર(Govt in Maharashtra) બનાવવા માટે કવાયત શરૂ કરી હોય તેવું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ ની અંદર ભારતીય જનતા પાર્ટી તરફથી ગવર્નર(Goveror)ને એક પત્ર સુપરત કરવામાં આવશે. આ પત્રમાં ભારતીય જનતા પાર્ટીના સત્તા સ્થાપન માટે જે ધારાસભ્યો(MLAs) સમર્થન આપી રહ્યા છે તે તમામ ધારાસભ્યોની સહી હશે. ત્યારબાદ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી કોઈ પગલાં લેશે.
આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર-મુંબઈથી સૌરાષ્ટ્ર વચ્ચેની ટ્રેનોને આ કારણથી થશે અસર- અમુક ટ્રેનો રદ તો અમુક આંશિક રદ થશે- જાણો વિગત