Site icon

ગુજરાતથી મુંબઈ આવતી ટ્રેનોમાં ભીખારી અને હિજડાઓનો આતંક, પ્રવાસીઓ હેરાન-પરેશાન; જુઓ તસવીરો અને જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 16 નવેમ્બર  2021 
મંગળવાર. 

મુંબઈ-ગુજરાત વચ્ચેની ટ્રેનોનાં પ્રવાસ દરમિયાન પ્રવાસીઓ તૃતીયપંથી અને ભિખારીઓના ત્રાસથી કંટાળી ગયા છે. રિઝર્વ ડબ્બામા ધૂસી આવીને પૈસા માટે હેરાન કરનારા આ લોકો સામે કાર્યવાહી કરવા માટે ટ્રેનમાં કોઈ પોલીસ પણ ઉપલબ્ધ નહીં હોવાની પણ વખતોવખત પ્રવાસો દ્વારા ફરિયાદ થઈ રહી છે. જોકે વેસ્ટર્ન રેલવેના કહેવા મુજબ બહારગામની ટ્રેનોમાં રેલવે પ્રોટેકશન ફોર્સ(આરપીએફ)ના જવાન હોય છે. તેમ જ પ્રવાસીઓ 139 નંબર પર પણ મદદ માગી શકે છે.

Join Our WhatsApp Community

તાજેતરમાં જ અમદાવાદથી મુંબઈ આવી રહેલી કર્ણાવતી ટ્રેનમાં ભિખારી અને હિજડાઓ પ્રવાસીઓને હેરાન કરી મૂક્યા હોવાનો બનાવ બન્યો હતો. ટ્રેનમાં અમદાવાદથી બેઠેલા પ્રવાસીના જણાવ્યા મુજબ સુપર ફાસ્ટ ટ્રેન હોવાથી રિઝર્વ ડબ્બામાં ગમે તેને ધુસવાની મંજૂરી નથી હોતી. છતાં ટ્રેન જેવી બરોડા પહોંચી તે સાથે જ પહેલા તો ભિખારીઓ આવીને પૈસા માગવાનું ચાલુ કર્યું હતું. એટલું ઓછું હોય તેમ થોડા સમય બાદ ડબ્બામાં હીજડાએ પ્રવેશ કર્યો હતો. સવાર સમયમાં લોકો ટ્રેનમાં સુતા હોય છે ત્યારે આ લોકો આવીને પૈસા માંગતા હોય છે. પૈસા માટે જોરજોરથી તાળી વગાડીને બધાને જ ડિસ્ટર્બ કરતા હોય છે. પૈસા આપે નહીં ત્યાં સુધી સીટ પાસેથી ખસતા જ નહોતા. આ લોકોની એટલી દાદાગીરી હોય છે કે કોઈ તેમને મોઢે લાગતું નથી. આ દરમિયાન ટ્રેનમાં પોલીસ આવે તો તેની ફરિયાદ કરે એવો વિચાર કરતા હતા પરંતુ મુંબઈ સુધી ટ્રેનમાં એક પણ પોલીસનો જવાન કે પછી ટીસી દેખાયો નહોતો. ટ્રેનની આટલી મોંઘી ટિકિટ ખરીદીને પ્રવાસ કરતા હોય તો પ્રવાસીની સુરક્ષાનું શું?  ટ્રેનમા ના પોલીસ ના તો કોઈ સિસ્ટમ.

શોકિંગ! ભરૂચમાં આટલા હિંદુઓને લલચાવી ઈસ્લામ અંગીકાર કરાવવાનો નેટવર્કનો પર્દાફાશઃ લંડનથી આવતા હતા નાણા; જાણો વિગત.

વેસ્ટર્ન રેલવેના પ્રવક્તા કહેવા મુજબ આવી સુપરફાસ્ટ ટ્રેન હોય કે પછી અન્ય ટ્રેન હોય, તેમાં ભીખારી કે પછી તૃતીય પંથીઓને મંજૂરી જ નથી. છતાં જો આ લોકો ટ્રેનમાં આવી જાય અને હેરાન કરતા હોય તો પ્રવાસી 139 નંબર પર ફરિયાદ કરી શકે છે. એ સિવાય ટ્રેનમાં પોલીસ પણ રાઉન્ડ મારતી હોય છે. તેને પણ પ્રવાસી ફરિયાદ કરી શકે છે.

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version