Site icon News Continuous Bureau | Mumbai

ધરપકડ થઈ સંજય રાઉતની અને પેંડા વહેંચ્યા બાળ ઠાકરેના ડ્રાઈવરે

News Continuous Bureau | Mumbai

શિવસેના(Shivsena)ના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉત(MP Sanjay Raut)થી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ રવિવારે ધરપકડ(Arrest) કર્યા બાદ શિંદે(Shinde group) ગ્રુપ તો ખુશ છે પણ શિવસેના પ્રમુખ દિવંગત બાળ ઠાકરે(Balsaheb Thackeray)નો ડ્રાઈવર(driver) પણ બહુ ખુશ થયો છે. ખુશીના માર્યે તેણે બધાને પેંડા વહેંચ્યા હોવાનું કહેવાય છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : એકવાર સંજય રાઉત મળે-તો હું તેને ચપ્પલે ચપ્પલે  એ મારીશ-એક વૃદ્ધ મહિલાની હૈયા વરાળ

બાળ ઠાકરેના ડ્રાઈવરનું નામ પ્રકાશ રાજપૂત છે. તે 1993થી 2000 સુધીની સાલ સુધી બાળ ઠાકરેનો ડ્રાઈવર રહ્યો હતો. મૂળ ધૂળે જિલ્લાના શિરપૂર ગામનો પ્રકાશ રાજપૂત હાલ સંજય રાઉતથી ધરપકડથી બહુ ખુશ છે.  રાઉતને કારણે શિવસેનાનું પતન થયું છે તેને 2024 સુધી જેલમાંથી બહાર કાઢશો નહીં એવું પણ તે બોલ્યો હતો.

તાજેતરમાં બાળ ઠાકરેના ડ્રાઈવર પ્રકાશે દિલ્હી જઈને  એકનાથ શિંદેના દીકરા અને સાંસદ શ્રીકાંત શિંદેની મુલાકાત પણ લીધી હોવાનું કહેવાય છે. આ મુલાકાત બાદ તેણે સંજય રાઉતની ધરપકડ પર આવેલી પ્રતિક્રિયાની ચારેતરફ ચર્ચા થઈ રહી છે.

 

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version