ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 03 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
દેશમાં જીવલેણ કોરોનાનો કહેર ઘણા રાજ્યોમાં વધ્યો છે. આ વચ્ચે બેંગલુરુના ક્રિશ્ચિયન નર્સિંગ કોલેજમાં 34 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
બહોળી પ્રમાણમાં વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્ર એક્શનમાં આવી કોલેજને સીલ કરી દીધી છે.
સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ સંક્રમિત વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી દેશના વિવિધ રાજ્યોમાં ઘાતક કોરોનાના કેસો આવી રહ્યા છે.
