Site icon

નુપુર શર્માને સમર્થન અને પયંગબર વિશે અભદ્ર ટિપ્પણી કરનારા  ભિવંડીના મુસ્લિમ યુવકની ધરપકડ-  સ્થાનિક ટોળાએ યુવકની કરી મારપીટ- જુઓ વિડિયો- જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રની ભિવંડી પોલીસે(Bhiwandi police) મોહમ્મદ પયંગબર(Mohammed Payangbar) વિશે આપત્તિજનક ટિપ્પણી કરનારા ૧૯ વર્ષીય મુસ્લિમ યુવકની(Muslim man) ધરપકડ કરી છે. સાદ અશફાક અંસારી(Saad Ashfaq Ansari) નામના આ યુવકની ટિપ્પણીને પગલે તંગદિલી ફેલાઈ હતી. પરિસ્થિતિ વધુ વણસતી અટકાવવા પોલીસે રવિવારે તેની ધરપકડ કરી લીધી હતી. આ યુવકે આ ટિપ્પણી કરવાની સાથે સાથે ભાજપના(BJP) નિલબિત પ્રવક્તા નુપુર શર્માને(Nupur Sharma) ટેકો પણ જાહેર કર્યો હતો. આ બનાવ બાદ તેના રહેતા ઘરે  સ્થાનિક ટોળાએ હુમલો કર્યો હતો.

Join Our WhatsApp Community

પોલીસના જણાવ્યા અનુસાર સાદ અશફક અન્સારી નામનો આ યુવક એન્જિનિયરિંગનો વિદ્યાર્થી(Engineering student) છે. તેની વાયરલ થયેલી સોશિયલ મીડિયા પોસ્ટને(Social media post) કારણે સ્થાનિક સમુદાયમાં(local community) આક્રોશ ફેલાયો હતો . તેને પગલે શહેરનું વાતાવરણ તંગ બનતાં પોલીસે વધુ કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ટાળવા તેની ધરપકડ કરી લીધી હતી. 

મિડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ ગત પાંચમીમી જૂને ભાજપે જે પ્રવક્તા નુપુર શર્માને પયગંબર મોહમદ વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સસ્પેન્ડ કરી હતી આ યુવકે પોતાની પોસ્ટમાં તેને બહાદુર  યુવતી ગણાવી તેની પ્રશંસા કરી હતી. ઉપરાંત તેણે પયગંબર વિશે પણ કેટલીક અપમાનજનક ટિપ્પણી કરી હતી. તેની આ પોસ્ટથી સ્થાનિક સમુદાયમાં રોષ ફેલાયો હતો. 

આ સમાચાર પણ વાંચો : BJPને ટક્કર આપવા આ રાજ્યના CM મેદાને ઉતર્યા- નવી રાજકીય પાર્ટી તૈયાર કરવાના મૂડમાં- જાણો શું હશે નામ

પોલીસના જણાવ્યા મુજબ મોડી રાતે ઉશ્કેરાયેલા ટોળાએ સાદ અશફાક અન્સારીના નિવાસસ્થાને પહોંચી ગયું હતું અને તેને સોશિયલ મીડિયા પોસ્ટ્સ વિશે સ્પષ્ટતા કરવા માટે તેના ઘરની બહાર આવવા દબાણ કર્યું હતું. યુવક ઘરની બહાર આવતા ટોળાએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને તેને મારવાની ધમકી આપી હતી. ટોળાએ તેને કલમા પઢવા માટે મજબૂર  કર્યો હતો. તે કલમા પઢી રહ્યો હતો ત્યારે એક શખ્સે તેને થપ્પડ મારી હતી.

સ્થાનિક પોલીસે જણાવ્યું કે પ્રદર્શનકારીઓમાં અત્યંત આક્રોશ હોવાને કારણે પોલીસને સ્થિતિ નિયંત્રણમાં લેવામાં ખૂબ જહેમત પડી હતી. સંવેદનશીલ પરિસ્થિતિ અને અશાંતિને ધ્યાનમાં રાખીને આ યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાની જાણકારી પોલીસ અધિકારીએ આપી હતી. પોલીસ દ્વારા તેને અટકમાં લઈ જવાયો હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જો કે આ સંબંધમાં હજી સુધી પોલીસે કોઈ એફઆઈઆર નોંધી નથી
 

Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Exit mobile version