Site icon News Continuous Bureau | Mumbai

મોટી ચિંતા ટળી- રાયગઢના દરિયા કિનારે ઘાતક હથિયારોથી ભરેલી બોટ મામલે મહારાષ્ટ્રના ડેપ્યુટી CMએ કર્યો આ મોટો ખુલાસો

News Continuous Bureau | Mumbai 

રાયગઢના(Raigad) દરિયાકાંઠેથી બે શંકાસ્પદ બોટ(Suspicious boat ) મળી આવી હતી, જેમાંથી એક બોટમાં હથિયાર(weapon) મળ્યા હતા. આ શંકાસ્પદ બોટમાંથી AK 47 સહિતના હથિયારો મળી આવ્યાની પ્રાથમિક માહિતી મળી હતી. 

Join Our WhatsApp Channel

હવે આ રાયગઢ સંદિગ્ધ બોટ મામલે ખુલાસો થઈ ગયો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી(Deputy Chief Minister of Maharashtra) દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) વિધાનસભામાં(Assembly) ખુલાસો કરીને દેશની ચિંતા દૂર કરી દીધી છે. વિધાનસભામાં બોલતા ફડણવીસે કહ્યું કે, રાયગઢના દરિયા કિનારે જે બોટ મળી છે તે મૂળ ઓસ્ટ્રેલિયન મહિલાની (Australian woman) માલિકીની હતી અને ખરાબ હવામાનને (Bad weather) કારણે તે દરિયામાં માર્ગ ભટકી ગઈ હતી અને અજાણતા રાયગઢના દરિયા કિનારે આવી ગઈ હતી. 

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ સમુદ્રકિનારેથી મળી બે શંકાસ્પદ બોટ- AK 47 સહિત હથિયાર મળતાં હડકંપ- હાઈ એલર્ટ જાહેર

દેવેન્દ્ર ફડણવીસે આગળ કહ્યું કે, ઓસ્ટ્રેલિયન મહિલાની માલિકીની બોટમાંથી 3 AK-47 રાઇફલ મળી આવી છે. બોટ અડધી તૂટેલી હાલતમાં છે અને ભારે ભરતીને કારણે કોંકણના દરિયા કિનારે ખેંચાઈ આવી હતી અને કોરિયન બોટ દ્વારા આ બોટમાં બેઠેલા પ્રવાસીઓને બચાવી લેવાયા હતા. તેમણે કહ્યું કે કેન્દ્રીય એજન્સીઓને પણ જાણ કરી દેવાઈ છે. કોઈ પણ સંભાવનાને હળવાથી નહીં લેવામાં આવે. ટેરર એંગલથી પણ તપાસ કરાઈ રહી છે.

Nagpur Rain Update નાગપુરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ ભારે વરસાદથી ચારેકોર જળબંબાકાર, શાળાના મેદાનો તળાવમાં ફેરવાયા!
Rainwater Floods Luxury Cars Damaged અમદાવાદના જોધપુરમાં આફતનો વરસાદ ફ્લેટના બેઝમેન્ટમાં પાણી ઘૂસતા લાખોકરોડોની લક્ઝ્યુરિયસ ગાડીઓ જળમગ્ન
Nitin Gadkari E20 Case ઈ૨૦ માં મારી કોઈ ભૂમિકા નથી… કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને હાઈકોર્ટ તરફથી મળી મોટી રાહત, હવે મેટા, ગૂગલ અને એક્સ સામે કરી શકશે કેસ
MEMU Train Engine Derails Bhilad Station વલસાડના ભિલાડ સ્ટેશને મોટી ટ્રેન દુર્ઘટના ટળી વિરારભરૂચ મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઊતરી ગયું
Exit mobile version