ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,
બુધવાર,
ધો.10 અને 12ની ઓફલાઈન પરીક્ષાઓ રદ કરવાની માંગણી કરતી પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
CBSE અને ICSEની બોર્ડની પરીક્ષા અંગે કોર્ટે મોટો નિર્ણય આપતા કહ્યું કે પરીક્ષા ઓફલાઈન જ લેવામાં આવશે.
સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે આવી અરજીઓને કારણે બાળકોમાં ભ્રમ પેદા થાય છે.
કોર્ટે જે પ્રકારનુ વલણ અપનાવ્યું છે તે જોતા આ વખતે તમામ બોર્ડ પરીક્ષાઓ ઓફલાઈન થશે તે નક્કી થઈ ગયું છે.
જોકે આ સંદર્ભમાં અંતિમ નિર્ણય જે તે રાજ્યના બોર્ડે કરવાનો છે.
આવી છે ગુજરાત કોંગ્રેસની હાલત. 5 વર્ષ માં 21 ધારાસભ્યો ભાજપમાં. જાણો વિગત
