Site icon

ઉદ્ધવ ઠાકરેને વધુ એક ધક્કો-મુખ્યમંત્રી એકનાથ શિંદેએ લીધી શિવસેનાના આ દિગ્ગજ નેતાની મુલાકાત-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

શિવસેના(Shivsena) પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray) એક પછી એક રોજ નવો ફટકો પડી રહ્યો છે. એકનાથ શિંદેના(Eknath Shinde) બળવા બાદ શિવસેનાના 40 ધારાસભ્યોને(MLA) સાથે લીધા બાદ 12 લોકસભા સાંસદો(Lok Sabha MPs) પણ શિંદે જૂથમાં જોડાયા છે. હવે શિંદેએ ઉદ્ધવના અત્યંત નજીકના અને વિશ્ર્વાસુ ગણાતા સાંસદ ગજાનન કીર્તિકરની(Gajanan Kirtikar) મુલાકાત લીધી હતી. તેથી હવે ગજાનન કીર્તિકર પણ શિંદે જૂથમાં જોડાશે એવી અફવાએ જોર પકડયું છે.

Join Our WhatsApp Community

મુખ્યમંત્રી એકનાથ શિંદે આજે ગજાનન કીર્તિકરના નિવાસસ્થાને ગયા હતા અને તેમને મળ્યા હતા. શિવસેનાના ઉત્તર-પશ્ચિમ મતવિસ્તારના સાંસદ ગજાનન કીર્તિકર બિમારીના કારણે કેટલાક દિવસોથી ઘરે આરામ કરી રહ્યા  છે. એકનાથ શિંદે તેમની તબિયત વિશે પૂછપરછ કરવા તેમની મુલાકાત લીધી હતી. ત્યાં હાજર બંને વચ્ચે ચર્ચા થઈ. કીર્તિકરની તબિયત અંગે પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાન, આ એક સદભાવનાની ભેટ હોવાની સ્પષ્ટતા આપવામાં આવી હતી. છતાં અટકળો તેજ છે કે હવે કીર્તિકર પણ ઉદ્ધવ સાથે છેડો ફાડશે
અહીં ઉલ્લેખનીય છે કે શિવસેનાના 12 લોકસભા સાંસદો શિંદે જૂથમાં જોડાયા છે. ત્રણ દિવસ પહેલા આ બળવાખોર સાંસદો(Rebel MPs) મુખ્યમંત્રી(CM) એકનાથ શિંદે સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળ્યા હતા અને શિવસેનાના અલગ જૂથની માંગણી કરી હતી. ગ્રુપ લીડર બદલવાની માંગ કરતો પત્ર લોકસભા અધ્યક્ષને આપવામાં આવ્યો હતો. જે બાદ શિંદે અને 12 સાંસદોએ સાથે મળીને પ્રેસ કોન્ફરન્સ(Press conference) કરી હતી. આ પ્રસંગે શિંદેએ 12 સાંસદોની ભૂમિકાને આવકારી અને શિવસેનાના મુખ્ય સ્તંભ તરીકે ભાવના ગવળીનો પણ ઉલ્લેખ કર્યો. લોકસભા સ્પીકરને લખેલા પત્રમાં સાંસદ રાહુલ શેવાળેને(Rahul Shewale) ગ્રુપ લીડર તરીકે અને ભાવના ગવળીનો(Bhavana Gawali) મુખ્ય પ્રતોદ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : સત્તા ગયા બાદ શિવસેના બની આક્રમક-શિંદે જૂથમાં જોડાયેલા આ ધારાસભ્યના પુત્રની યુવા સેનામાંથી કરી હકાલપટ્ટી- જાણો વિગતે 
 

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version